ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / ‘સ્મૂચ કરવા લાગ્યા, ગાલ પર થૂંક લાગી ગયું’, ‘તારક મહેતા’ની એક્ટ્રેસે જણાવ્યો કાસ્ટિંગ કાઉચનો અનુભવ
6 ફોટો ગેલેરી
Last Updated: 01:59 PM, 18 September 2026
1/6
નેહલ વડોલિયાએ એક ઈન્ટરવ્યૂમાં કામના બદલામાં એક એક્ટરે તેમની પાસેથી ફેવરની માંગ કરી હોવાનો દાવો કર્યો હતો. નેહલના જણાવ્યા અનુસાર તે વ્યક્તિ ઈચ્છતો હતો કે નેહલ તેના ઘરે એક રાત રોકાય. જોકે આ વાતચીતમાં એક્ટ્રેસે તે વ્યક્તિનું નામ જાહેર કર્યું નહોતું.
2/6
નેહલે જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં કેટલાક લોકો તેમના બોલ્ડ પ્રોજેક્ટ્સ જોઈને તેમની પાસેથી અંગત ફેવરની અપેક્ષા રાખે છે. તેમના કહેવા પ્રમાણે કેટલાક લોકો એવું માનતા હતા કે જો તે સ્ક્રીન પર બોલ્ડ સીન કરી શકે છે તો તેમની સાથે પણ એવી જ રીતે વર્તશે. નેહલે આવા અનુભવોને પોતાના માટે અસહજ ગણાવ્યા હતા.
ADVERTISEMENT
3/6
એક અન્ય ઘટનાનો ઉલ્લેખ કરતાં નેહલે જણાવ્યું હતું કે એક ખૂબ જ જાણીતા વ્યક્તિએ તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા. નેહલના જણાવ્યા પ્રમાણે તે વ્યક્તિએ તેમને મુંબઈ બતાવવાની વાત કહી હતી અને બાદમાં પોતાની બાલ્કનીમાં લઈ ગયા હતા. ત્યાં તેમણે નેહલના કામ અને દેખાવના વખાણ કર્યા હતા.
4/6
નેહલના જણાવ્યા પ્રમાણે વાતચીત દરમિયાન અચાનક તે વ્યક્તિ તેમને કિસ કરવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. નેહલે તરત જ પોતાનો હાથ આગળ કરીને ચહેરો ફેરવી લીધો હતો. એક્ટ્રેસે દાવો કર્યો હતો કે આ દરમિયાન તેના ગાલ પર થૂંક લાગી ગયું હતું. નેહલે આ ઘટનાને ઈન્ડસ્ટ્રીના પોતાના કડવા અનુભવોમાંની એક ગણાવી હતી.
ADVERTISEMENT
5/6
નેહલે કહ્યું હતું કે તેમના બોલ્ડ પ્રોજેક્ટ્સને કારણે કેટલાક લોકો તેમને અલગ નજરથી જોવા લાગે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની માનસિકતાના કારણે તેમને અનેક વખત અસહજ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. નેહલ ‘ગંદી બાત’ અને ‘જુલી’ જેવા પ્રોજેક્ટ્સમાં પણ કામ કરી ચૂકી છે.
6/6
નેહલે એક પોડકાસ્ટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પાર્ટીઓ અંગે પણ પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે કેટલીક પાર્ટીઓમાં નશો અને ડ્રગ્સનું વાતાવરણ જોવા મળે છે. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે કેટલીક જગ્યાએ અભિનેત્રીઓ અને મોડલ્સ સાથે એવું વર્તન થાય છે જેના વિશે તે જાહેરમાં વાત કરવા પણ તૈયાર નથી. નેહલ હવે ઈન્ટિમસી કોઓર્ડિનેટર તરીકે પણ કામ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ