ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ મનપામાં ફરી આવાસ યોજનાને લઈને સવાલો: ડેપ્યુટી મેયરના નામે ફ્લેટ, 6 લાખમાં ખરીદ્યાનો રહેવાસીનો દાવો
Last Updated: 10:58 AM, 18 September 2026
ADVERTISEMENT
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. આ વખતે સવાલોના કેન્દ્રમાં રાજકોટ મનપાના ડેપ્યુટી મેયર અને વોર્ડ-9ના કોર્પોરેટર દક્ષાબેન ભરતભાઈ વસાણીનું નામ સામે આવ્યું છે. RMCના જાહેર રેકોર્ડમાં પણ દક્ષાબેન વસાણીને ડેપ્યુટી મેયર તથા વોર્ડ-9ના કોર્પોરેટર તરીકે દર્શાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
VTV ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન રાજકોટના કાલાવડ રોડ પર આવેલા નટરાજનગરની આવાસ યોજનાના ફ્લેટ નં. 119ને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી. ઈન્વેસ્ટિગેશનમાં ખુલાસો થયો કે આવાસ યોજનાનો ફ્લેટ દક્ષાબેન વસાણીના નામે છે. પરંતુ હાલ આ મકાનમાં દક્ષાબેન નહીં, આલભાઈ સભાડ નામના વ્યક્તિ રહે છે.
આલભાઈ સભાડ સાથે VTV ન્યૂઝે વાત કરી તેમનો દાવો છે કે, તેમણે આ મકાન દક્ષાબેન વસાણી પાસેથી રૂ. 6 લાખમાં ખરીદ્યું છે. આલભાઈ સભાડના કહેવા પ્રમાણે આ મકાન તેમણે આશરે આઠ મહિના પહેલાં લીધું હતું. આલભાઈના દાવા મુજબ વાત માત્ર ફ્લેટ નંબર 119 પૂરતી નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે ફ્લેટ નંબર 120 પણ તેમનો જ છે.
ADVERTISEMENT
હવે અહીંથી સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે શું સરકારી આવાસ યોજના હેઠળ મળેલું મકાન આગળ કોઈ અન્ય વ્યક્તિને વેચી શકાય ખરું? અને જો વેચી શકાય નહીં, તો આ મકાનના વ્યવહારની મંજૂરી કોની પાસેથી લેવામાં આવી હતી?
આવાસ યોજના કોના માટે હતી?
ADVERTISEMENT
રાજકોટના નટરાજનગરની આવાસ યોજના એવા લાભાર્થીઓ માટે હતી જેઓ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોય અને અન્યત્ર પોતાનું રહેઠાણ ન હોય. આ તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે દક્ષાબેન વસાણી તે સમયે આ વિસ્તારમાં રહેતા ન હોવા છતાં તેમના નામે લાભાર્થી તરીકે આવાસ ફાળવાયું હતું. તપાસ દરમિયાન મળેલા આવાસ સંબંધિત દસ્તાવેજો અને વેરા બિલમાં દક્ષાબેન ભરતભાઈ વસાણીનું નામ સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આથી એક સવાલ એ પણ છે કે જો આવાસનો હેતુ ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ઘરવિહોણા લાભાર્થીઓને રહેઠાણ આપવાનો હતો, તો દક્ષાબેન વસાણી આ યોજનાના લાભાર્થી કેવી રીતે બન્યા?
અધિકારીઓની ભૂમિકા પર પણ સવાલ
ADVERTISEMENT
આ સમગ્ર મામલામાં માત્ર લાભાર્થીનું નામ જ નહીં, પરંતુ તે સમયના મનપાના તંત્રની ભૂમિકા અંગે પણ સવાલ ઊભા થાય છે. કયા અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી હતી? પાત્રતા કેવી રીતે નક્કી થઈ? સ્થળ તપાસ કોણે કરી? અને લાભાર્થી તરીકે નામ મંજૂર કોણે કર્યું? આ તમામ સવાલોના જવાબ તંત્ર પાસેથી મેળવવા જરૂરી બની જાય છે.
જો વર્ષ 2014-15માં ફ્લેટ દક્ષાબેન વસાણીને ફાળવાયો હતો, તો ત્યારબાદ આ મકાનનો વપરાશ કેવી રીતે થયો? શું તેઓ તેમાં રહેતા હતા? કે મકાન લાંબા સમય સુધી બંધ રહ્યું? અને જો તે અન્ય વ્યક્તિને આપવામાં આવ્યું હોય તો કયા કાયદાકીય દસ્તાવેજો અને મંજૂરીના આધારે? હાલ ફ્લેટમાં રહેતા આલભાઈ સભાડના નિવેદનથી તો એટલું ચોક્કસ સામે આવે છે કે તેઓ આ મકાન દક્ષાબેન પાસેથી રૂ. 6 લાખમાં લીધું હોવાનો દાવો કરે છે. પરંતુ આ દાવાની સત્તાવાર દસ્તાવેજોથી ચકાસણી થવી બાકી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અમદાવાદમાં આજે ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, AMTS-BRTS સેવા ખોરવાઈ
આવાસ યોજનાના હેતુ સામે મોટો સવાલ
ADVERTISEMENT
સરકારી આવાસ યોજનાનો મૂળ હેતુ જ એવા લોકોને ઘર આપવાનો હોય છે, જેમને પોતાના માથે પાકું છત નથી. ત્યારે જો આવા આવાસ કોઈ અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવાય અથવા લાભાર્થી પોતાનો આવાસ અન્ય વ્યક્તિને વેચી દે, તો આખી યોજનાની વ્યવસ્થાની પારદર્શિતા સામે સવાલ ઊભો થાય છે. અને આ જ કારણે આ કેસમાં સૌથી મહત્વનો સવાલ દક્ષાબેન વસાણીનું નામ આવાસના દસ્તાવેજમાં કેમ છે એટલો જ નથી. સવાલ એ છે કે આ આવાસ કોના માટે હતો અને આખરે કોના હાથમાં પહોંચ્યો?
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.