ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં આજે ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, AMTS-BRTS સેવા ખોરવાઈ
Last Updated: 10:29 AM, 18 September 2026
ADVERTISEMENT
અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વહેલી સવારથી વરસાદે જોર પકડ્યું છે. કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારે માત્ર બે કલાકમાં શહેરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનવ્યવહારને અસર થઈ છે અને નોકરી-ધંધા માટે નીકળેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.
પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદ
ADVERTISEMENT
વહેલી સવારથી શહેરના સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
ભારે વરસાદના પગલે શહેરના પરિમલ, અખબારનગર, શાહીબાગ અને મકરબા અંડરપાસને વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં ટ્રાફિકની ગતિ ધીમી પડી છે.
ADVERTISEMENT
સરખેજમાં સવા ચાર ઇંચ વરસાદ
ADVERTISEMENT
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
ADVERTISEMENT
ટૂંકા સમયગાળામાં પડેલા ભારે વરસાદને કારણે અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. કેટલાક સ્થળોએ રસ્તા પર પાણીનો ભરાવો અને ચાલી રહેલા બાંધકામને કારણે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે.
નરોડાના ગેલેક્સી ચાર રસ્તા પાસે પણ વરસાદી પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન થયા છે. બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાને કારણે રસ્તા પરના ખાડા અને પાણી વચ્ચે વાહનો પસાર કરાવવા પડી રહ્યા છે.
ADVERTISEMENT

AMTSની બસ સેવા ખોરવાઈ
ભારે વરસાદની સીધી અસર અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) પર પણ પડી છે. પાણી ભરાવાના કારણે કેટલીક બસો બંધ પડી છે, જ્યારે કેટલાક રૂટની બસોને વૈકલ્પિક માર્ગે દોડાવવામાં આવી રહી છે.
BRTSના 5 રૂટ બંધ, 6 રૂટ ટૂંકાવાયા
પાણી ભરાવાના કારણે BRTS સેવા પણ પ્રભાવિત થઈ છે. પાંચ રૂટ પર સેવા બંધ કરવામાં આવી છે, જ્યારે અન્ય છ રૂટ ટૂંકાવવામાં આવ્યા છે. હાલ મર્યાદિત રૂટ પર જ BRTS બસ સેવા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

શાળાઓને સાવચેતી રાખવા સૂચના
ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરની શાળાઓને પણ વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સંચાલકોને જરૂર જણાય તો પોતાની વિવેકબુદ્ધિથી રજા જાહેર કરવા જણાવાયું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય અથવા આવન-જાવનમાં જોખમ ઊભું થાય તો વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ
ગાંધીનગરમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું છે. ભારે પવન સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને અનેક વિસ્તારોમાં ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. વીજળીના ગડગડાટ વચ્ચે શહેરમાં વરસાદી માહોલ યથાવત્ છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોધમાર વરસાદને પગલે અડધા શહેરમાં પાણી ભરાયા
અમદાવાદમાં ટૂંકા ગાળામાં પડેલા ભારે વરસાદથી અનેક માર્ગો પર પાણી ભરાતા શહેરની ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ફરી ચર્ચામાં આવી છે. નાગરિકો દ્વારા પાણીના નિકાલ અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને તંત્ર પાસે ઝડપી કામગીરીની માંગ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો