ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોધમાર વરસાદને પગલે અડધા શહેરમાં પાણી ભરાયા

વરસાદ અપડેટ / અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોધમાર વરસાદને પગલે અડધા શહેરમાં પાણી ભરાયા

Published By: Vishal Khamar

Last Updated: 09:57 AM, 18 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાએ પધરામણી કરતા અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા પામ્યા હતા.

ADVERTISEMENT

અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ અને વીજળીના કડાકા-ભડાકા વચ્ચે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના કેટલાક મુખ્ય રસ્તાઓ અને અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.

40 મિનિટમાં કેટલાક વિસ્તારોમાં 2 ઇંચ વરસાદ

અમદાવાદમાં સવારે 7 વાગ્યા બાદ વરસાદે જોર પકડ્યું હતું. પશ્ચિમ અમદાવાદના ગોતા, ઓગણજ અને જગતપુરમાં માત્ર 40 મિનિટમાં અંદાજે 2 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સાયન્સ સિટી અને ચાંદલોડિયામાં આશરે દોઢ ઇંચ, જ્યારે બોડકદેવ, થલતેજ, બોપલ, ઘુમા, સરખેજ અને મકરબામાં આશરે 1 ઇંચ વરસાદ પડ્યો છે.જોધપુર, સેટેલાઇટ, પ્રહલાદનગર, શિવરંજની, નવરંગપુરા, રાણીપ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

ચાર અંડરપાસ બંધ

ભારે વરસાદને કારણે અમદાવાદમાં પરિમલ, અખબારનગર, શાહીબાગ અને મકરબા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. સવારના સમયે નોકરી-ધંધા માટે નીકળેલા લોકોના વાહનવ્યવહાર પર તેની અસર જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિકની ગતિ ધીમી પડી છે.

મકરબા-એસજી હાઇવે રોડ પર પાણી

મકરબાથી એસજી હાઇવે તરફ જતો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. રસ્તા પર પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડી ગયાના દૃશ્યો સામે આવ્યા છે. હાટકેશ્વર સર્કલ પાસે પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. અગાઉના વરસાદ દરમિયાન પણ આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.

સોલા બ્રિજ પાસે પણ પાણી ભરાયું

એસજી હાઇવે પર સોલા બ્રિજ નજીક ભારે વરસાદના કારણે રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે. જેના કારણે વાહનચાલકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી છે.

ગાંધીનગરમાં પવન સાથે સતત વરસાદ

ગાંધીનગરમાં પણ વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સુસવાટા મારતા પવન અને ગાજવીજ વચ્ચે શહેરમાં ધીમીધારે સતત વરસાદ વરસ્યો હતો. આકાશમાં ગાઢ વાદળો છવાતા દિવસ દરમિયાન પણ અંધારપટ જેવી સ્થિતિ જોવા મળી હતી.

રાજ્યમાં 85% વરસાદ, હજુ 9% ઘટ

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમ છતાં રાજ્યમાં હજુ આશરે 9% વરસાદની ઘટ છે. 17 જિલ્લાઓમાં 12%થી લઈને 78% સુધીની વરસાદની ઘટ નોંધાઈ રહી છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં રાજ્યનો સૌથી વધુ 5.16 ઈંચ વરસાદ

ભાદરવા મહિનાની શરૂઆતમાં પડેલા વરસાદથી ખેતીને હાલ પૂરતો ફાયદો થયો છે. જોકે આગામી દિવસોમાં વરસાદનું પ્રમાણ કેવું રહે છે તેના પર પાણીની ઉપલબ્ધતા અને ખેતીની સ્થિતિનો આધાર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad rain today Gujarat yellow alert Gandhinagar rain

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ