ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:19 AM, 18 September 2026
ADVERTISEMENT
18 સપ્ટેમ્બરે શેરબજારમાં અમુક મહત્વની કંપનીઓ પર નજર રહેશે. જેમાં ટાટા ગ્રુપના શેર્સ સહિત કુલ 10 સ્ટોક્સમાં મોટી હલચલ જોવા મળી શકે છે. જેમાં ટાટા સન્સને લઈને ચાલી રહેલી ચર્ચાઓ સિવાય ડિફેન્સ, આઈટી, પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની કંપનીઓ પણ ફોકસમાં રહેશે. ચાલો જાણીએ કે, કઈ કઈ કંપનીના શેરમાં હલચલ જોવા મળશે અને કેમ?
ADVERTISEMENT
ટાટા ગ્રુપ સ્ટોક્સ
ટાટા ટ્રસ્ટે ટાટા સન્સને પબ્લિક કરવાની વાતને નકારી કાઢી છે. તેમને કહ્યું કે એન. ચંદ્રશેખરનનું પદ છોડવું અંતિમ નિર્ણય હતો અને તેને હવે બદલી શકાય નહીં. જેમાં ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા પણ ટાટા સન્સને લિસ્ટ કરવાના વિરોધમાં છે. આ તમામ પરિબળોનો અસર ટાટા ગ્રુપના શેર્સ પર દેખાઈ શકે છે.
ADVERTISEMENT
ભારત ઇલેક્ટ્રોનિક્સ (BEL)
સરકારી ડિફેન્સ ઇલેક્ટ્રોનિક્સ કંપનીને 26 ઓગસ્ટ 2026થી અત્યાર સુધી 648 કરોડ રૂપિયાના નવા ઓર્ડર મળ્યા છે. જુલાઈ 2026 સુધી તેનું ઓર્ડર બુક 72,258 કરોડ રૂપિયાની હતી.
ADVERTISEMENT
HAL
સરકારી એરોસ્પેસ અને ડિફેન્સ કંપની HAL બેંગલુરુમાં LCA તેજસ ટ્રેનર્સ, HTT-40 અને ધ્રુવ NG હેલિકોપ્ટર્સને ભારતીય વાયુસેના અને PHLને સોંપશે.
ADVERTISEMENT
PTC ઇન્ડિયા
આ પાવર ટ્રેડિંગ કંપનીએ સરકારી રિન્યુએબલ એનર્જી કંપની NLC ઇન્ડિયા રિન્યુએબલ્સ સાથે મળીને NIRL PTC રિન્યુએબલ્સ નામની જોઈન્ટ વેન્ચર કંપની બનાવી છે. તેમાં PTCની 26% અને NLCની 74% હિસ્સેદારી રહેશે.
ADVERTISEMENT
વિપ્રો
આ આઈટી સર્વિસીસ કંપની વિપ્રોએ અરામકો અને એસએપી સાથે મળીને વિપ્રો STO360 નામનું નવું ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ પ્લાન્ટના શટડાઉન, મેન્ટેનન્સ અને અન્ય જરૂરી કામોની વધુ સારી પ્લાનિંગ માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
NLC ઇન્ડિયા
સરકારી પાવર કંપનીએ પ્રસન્ન કુમાર આચાર્યને 17 સપ્ટેમ્બર 2026થી પાંચ વર્ષ માટે ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર નિયુક્ત કર્યા છે.
HCC
કન્સ્ટ્રક્શન કંપનીની સબ્સિડિયરી HCC ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ સેઇગલ ઇન્ડિયા સાથે મળીને એક પબ્લિક લિમિટેડ કંપની બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેમાં HCCની 51% હિસ્સેદારી રહેશે.
ભારત ફોર્જ
ઓટો કમ્પોનન્ટ અને ડિફેન્સ કંપનીએ 17 સપ્ટેમ્બરે Qualified Institutions Placement (QIP) લોન્ચ કર્યું છે. તેના માટે 1947.70 રૂપિયા પ્રતિ શેરનો ફ્લોર પ્રાઇસ નક્કી કરવામાં આવ્યો છે.
GPT ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ
રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને RVNL તરફથી આશરે 484 કરોડ રૂપિયાનો રેલવે બ્રિજ નિર્માણ પ્રોજેક્ટ મળ્યો છે. કંપનીને આ પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવનાર (L1) જાહેર કરવામાં આવી છે. ઓડિશામાં મહાનદી નદી પર બ્રિજ 544નું નિર્માણ આ પ્રોજેક્ટનો ભાગ છે.
પેટ્રોનેટ LNG
ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ ગ્રુનર રિન્યુએબલ એનર્જી સાથે 50:50 જોઈન્ટ વેન્ચર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ JV સમગ્ર ભારતમાં 10 કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) પ્લાન્ટ સ્થાપશે જેના પર આશરે 1200 કરોડ રૂપિયાનું રોકાણ થવાનું અનુમાન છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ