ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષની પુત્રીની હત્યા કરીને લાશ શણગારીને ફ્રિજમાં મૂકી, પછી ગળેફાંસો ખાધો

ક્રાઈમ / સાવરકુંડલામાં પિતાએ 5 વર્ષની પુત્રીની હત્યા કરીને લાશ શણગારીને ફ્રિજમાં મૂકી, પછી ગળેફાંસો ખાધો

Published By: Hiralal Parmar
Reported By: Dilip Jiruka

Last Updated: 07:59 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીના સાવરકુંડલામાં એક ખૌફનાક બનાવ સામે આવ્યો છે જેમાં પિતાએ પુત્રીની હત્યા કરીને લાશ ફ્રિજમાં મૂકી દીધી હતી અને પછી પોતે પણ આપઘાત કરી લીધો હતો.

ADVERTISEMENT

અમરેલીના સાવરકુંડલાના હાડીડા ગામમાં પિતાએ 5 વર્ષીય દીકરીની હત્યા કરીને લાશ ફ્રિજમાં મૂકી હતી પછી પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

ફ્રિજમાં શણગારેલી દીકરીની લાશ મળી

ફ્રિજમાં શણગારેલી હાલતમાં દીકરી મૃત મળી આવી છે અને રૂમમાં હાથ-પગમાં મોજા પહેરેલા અને મોઢું ઢાંકેલું હતું એવી ગળેફાસો ખાધેલી હાલતમાં પિતાનો મૃતદેહ મળી આવ્યો છે.

મોં પર આડો હાથ દઈ દીકરીનો રૂંધવી નાખ્યો

કિશોરભાઈ નામના શખ્સે દીકરીના મોં પર આડો હાથ દઈ શ્વાસ રુંધાવી તેની હત્યા કરી મૃતદેહને ફ્રિજમાં છુપાવી દીધો હતો. આર્થિક સંકડામણમાં પિતાએ આ કામ કર્યું હોવાનું સામે આવ્યું છે.

કોણ છે શખ્સ?

મૃતક પિતાની ઓળખ કિશોરભાઈ ધાણક તરીકે થઈ છે. પિતા અને પુત્રી બંનેના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.આ ઘટનાને પગલે માસૂમ બાળકીની માતાએ પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ સુસાઈટ નોટ મળી આવી તેમાં પણ આર્થિક સંકડામણનું કારણ આગળ ધર્યું છે હાલ આ ઘટનાને લઈ ચારે તરક સર્ચા સાથે લોકોમાં ભારે ગણગણાટ ચાલી રહ્યો છે.

વધુ વાંચો : મહુડીમાં દાનના નામે મોટી ઠગાઈ, એક ફોન કરી કર્મચારીએ સેટેલાઇટના બિઝનેસમેનને 21.79 લાખનો ચૂનો લગાવ્યો

પોલીસ ઘટનાસ્થળે દોડી આવી

ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના આધારે બંનેના મોત અંગેની હકીકત બહાર આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

amreli news amreli

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ