ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મહુડીમાં દાનના નામે મોટી ઠગાઈ, એક ફોન કરી કર્મચારીએ સેટેલાઇટના બિઝનેસમેનને 21.79 લાખનો ચૂનો લગાવ્યો

છેતરપિંડી / મહુડીમાં દાનના નામે મોટી ઠગાઈ, એક ફોન કરી કર્મચારીએ સેટેલાઇટના બિઝનેસમેનને 21.79 લાખનો ચૂનો લગાવ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 06:43 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના એક વેપારી મહુડી મંદિરના દાનને નામ લૂંટાયા છે અને તેમની સાથે ₹21.79 લાખની છેતરપિંડી આચરાઈ હતી.

ADVERTISEMENT

ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ મહુડી મંદિરના કાર્યક્રમના દાનન નામે એક મોટી છેતરપિંડી સામે આવી છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં વેપારી સાથે ₹21.79 લાખની છેતરપિંડી આચરાઈ હતી. મહુડી મંદિરના કર્મચારીના પુત્રે દાન અને નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના નામે ફોન કરીને 20 દિવસ પૈસા લીધે રાખ્યાં હતા.

કોણ છે ભોગ બનનાર વેપારી?

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા 67 વર્ષીય મયૂર શાહ દાન નામે છેતરપિંડીનો ભોગ બન્યાં હતા. આરોપ છે કે 23 જુલાઈએ તેજસ શાહ નામના વ્યક્તિએ મયૂર શાહને ફોન કરીને કહ્યું હતું કે નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું, તમારે કોઈ રકમ દાન કરવાની છે? જેથી મયુરભાઈ હા પાડતા તેજસે બેંક એકાઉન્ટ નંબર આપ્યો હતો, જેમાં મયુરભાઈ પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બાદમાં તેજસે મહારાજ સાહેબના નામે વધુ રકમ માંગતા મયુરભાઈએ દાન સમજીને આપી હતી. આ પછી પણ આરોપીએ ફોન કરતાં મયૂર શાહે 23 જુલાઈથી 14 ઓગસ્ટ સુધીમાં કુલ 21.79 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

પૈસા લીધા બાદ ફોન બંધ કરી નાખ્યો

પૈસા આપ્યા બાદ એક વાર ખાતરી કરવા માટે મયૂર શાહે ફોન કર્યો પરંતુ તેજસ શાહનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ મયૂર શાહે તેમના દીકરા દ્વારા ઉપાશ્રયમાં તપાસ કરાવી ત્યારે ખબર પડી કે મહારાજ સાહેબને નામે દાનની રકમ અંગે કોઈ ફોન કરાયો નહોતો.

વધુ વાંચો : સુરતના નાનપુરામાં 84 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, સામે આવ્યું ખૌફનાક ષડયંત્ર

આરોપીએ પૈસા ગેમિંગમાં ઉડાવ્યાં?

મહારાજ સાહેબને નામે મળેલા દાનના પૈસા આરોપી તેજસ શાહે ઓનલાઇન ગેમિંગમાં ઉડાવી મૂક્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahudi temple News mahudi temple

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ