ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના નાનપુરામાં 84 વર્ષીય વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, સામે આવ્યું ખૌફનાક ષડયંત્ર
Last Updated: 05:27 PM, 17 September 2026
ADVERTISEMENT
સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટના ફ્લેટમાં એકલા રહેતા 84 વર્ષીય એમીબેન મોતીવાલાની હત્યાનો ભેદ ઉકેલાયો. મહિલાએ ચોરીના ઈરાદે વૃદ્ધામાં ઘૂસી હત્યા કર્યાનો ખુલાસો થયો. આરોપી છાયા શાહ તેના 15 વર્ષીય પુત્ર સાથે ભાડાનું મકાન જોવાના બહાને વૃદ્ધાના ફ્લેટમાં ઘૂસ્યા. ફ્લેટમાં ચોરીનો પ્રયાસ કરતા એમીબેને વિરોધ કરતા માથામાં ઈસ્ત્રીના ઘા ફટકાર્યા. ત્યારબાદ કેબલથી ગળેટૂંપો આપી હત્યા નિપજાવી. પુત્રએ માતાને રોકવા બૂમાબૂમ કરતા આરોપી મહિલા 7 તોલા સોનું મૂકીને જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ. પોલીસે ગણતરીના દિવસોમાં જ તેની ધરપકડ કરી.
ADVERTISEMENT
સુરતના નાનપુરામાં શું બન્યું હતું?
સુરતના નાનપુરા વિસ્તારની T&TV હાઈસ્કૂલ પાસે આવેલા મોનાલિસા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે ફ્લેટ નંબર 16માં એમીબેન ઉર્ફે અમીનાબેન મોતીવાલા(84) એકલા જ રહેતા. 13 તારીખે એમીબેનનો ફોન નો રિસિવ થતા નજીકમાં જ રહેતા તેમના બહેન ફ્લેટ પર તપાસ કરવા પહોંચ્યા તો ઘરમાંથી એમીબેનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી. પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાની શોધખોળ હાથ ધરી. પરંતુ, એપાર્ટેમેન્ટમાં એકેય ફ્લોર પર CCTV જ ન હોય હત્યારાનું પગેરું મેળવવું મુશ્કેલ બન્યું હતું.
ADVERTISEMENT
ઈસ્ત્રીથી કરી અમીબહેનની હત્યા
11 સપ્ટેમ્બરે છાયા મોનાલિસા એપાર્ટમેન્ટમાં ભાડાનું મકાન જોવા માટે ગઈ હતી. ત્યારે બાજુના જ ફ્લેટમાં રહેતા એમીબેન મળ્યા હતા અને છાયાને બોલાવીને કહ્યું હતું કે, તેઓ અહીં એકલાજ રહે છે. જો તેઓ જલદી આવી જાય તો તેમને પણ સથવારો મળી રહે. એકલતાની જાણ થતા જ છાયાએ જાણે ચોરી કરવાનો અને પૈસા પડાવવાનો પ્લાન બનાવી લીધો.13 સપ્ટેમ્બરે છાયા પોતાના 15 વર્ષના પુત્ર સાથે વૃદ્ધાના ઘરે પહોંચ્યી. એમીબેનને 2 દિવસ પહેલા મકાન જોવા આવ્યા હોવાની ઓળખાણ આપી ઘરમાં પ્રવેશ મેળવ્યો. ઘરમાં ગયા બાદ થોડીવારમાં જ છાયાએ સીધી તિજોરી ખોલવાનો પ્રયાસ કર્યો, જેથી એમીબેને તેમને ટોક્યા હતા કે તિજોરી શું કામ ખોલો છો? ચોરી પકડાઈ જવાના ડરથી છાયાએ ઉશ્કેરાઈ ઘરમાં પડેલી ઈસ્ત્રી એમીબેનના માથામાં ઝીંકી દીધી હતી અને કેબલથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ADVERTISEMENT
માતાની હેવાનિયત જોઈને 15 વર્ષનો દીકરો ગભરાયો
ADVERTISEMENT
માતાની આ હેવાનિયત જોઈને તેનો 15 વર્ષનો દીકરો ગભરાઈ ગયો. તેણે બૂમો પાડીને માતાને અટકાવતા કહ્યું હતું કે, "મમ્મી આવું નહીં કરીશ, મમ્મી આવું નહીં કરીશ". દીકરાની સતત બૂમાબૂમથી છાયા એટલી ગભરાઈ ગઈ કે તે વૃદ્ધાના શરીર પર રહેલા આશરે 7 તોલા સોનાના દાગીના લૂંટી શકી નહીં. તેણે એક પણ દાગીનાને હાથ અડાડ્યો નહીં. તે માત્ર ઘરમાં પડેલો એક મોબાઈલ ફોન અને થોડી રોકડ રકમ લઈને પોતાના દીકરાને ડરાવીને ત્યાંથી ફરાર થઈ ગઈ. મૃતકના શરીર પર આશરે 7 તોલા સોનાના દાગીના અકબંધ હોવાથી શરૂઆતમાં પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર બની ગયો હતો, કારણ કે લૂંટનો ઈરાદો સ્પષ્ટ થતો ન હતો. 72 વર્ષીય દુરૈયાબેનની ફરિયાદ બાદ અઠવાલાઇન્સ પોલીસ મથકના સ્ટાફે આસપાસના આશરે 300 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા અને એક શંકાસ્પદ મહિલાને રિક્ષામાં જતા ટ્રેક કરી.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.