ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / સિદ્ધાર્થ-તમન્નાની ફિલ્મમાં 400 વર્ષ જૂની વન દેવીની કહાની, ‘ધ વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’નું ટ્રેલર રિલીઝ
Last Updated: 05:07 PM, 17 September 2026
ADVERTISEMENT
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની આગામી ફિલ્મ ‘ધ વન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’નું ટ્રેલર જોતાની સાથે જ દર્શકોમાં એક્સાઈટમેન્ટ વધી છે. જંગલો, રહસ્યમય શક્તિઓ અને એક એવું પ્રાચીન મંદિર જ્યાં સાંજ પછી પ્રવેશ પર પ્રતિબંધ છે. આ બધું જોઈને લોકો આતુર બની ગયા છે. હવે જાણવા મળ્યું છે કે આ સ્ટોરીનો આધાર બિહારના પટના જિલ્લાના બિહટા નજીક આવેલા લગભગ ચારસો વર્ષ જૂના વન દેવી મંદિરની જૂની લોકકથાઓમાંથી લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
When Faith Meets Folklore, a story like no other comes alive 🔱#THEVVAANTrailer Out Now: https://t.co/pCj2VwO9lo#THEVVAAN in cinemas on 25th September, 2026.
— Sidharth Malhotra (@SidMalhotra) September 16, 2026
Starring: #SidharthMalhotra @tamannaahspeaks @WhoSunilGrover @ManishPaul03 #ShwetaTiwari & @soniiannup
Producers:… pic.twitter.com/ugb349s3hV
આનંદપુર વિસ્તારમાં આવેલું આ મંદિર ગાઢ વન અને ગામડાના સરળ વાતાવરણ વચ્ચે આવેલું છે. સ્થાનિક લોકોમાં તેને લઈને અનેક માન્યતાઓ અને વાર્તાઓ ફેલાયેલી છે. કહેવાય છે કે પહેલાં આ વિસ્તાર સંપૂર્ણરીતે જંગલથી ઘેરાયેલો હતો તેથી અહીં બીરાજમાન દેવીને વન દેવી તરીકે ઓળખવામાં આવી. એક વાર્તા અનુસાર કોઈ સાધકને સપનામાં દેવીના દર્શન થયા અને તેમના આદેશ પર ખોદકામ કરતાં મૂર્તિ કે પવિત્ર નિશાન મળ્યું. ત્યાર બાદ ગ્રામજનોએ મંદિરનું નિર્માણ કર્યું. આ વાતોનો કોઈ ઓથેન્ટીકેટ ઇતિહાસ નથી પણ લોકોની આસ્થામાં તેનું ઊંડું મહત્ત્વ છે.
ADVERTISEMENT
જેમાં સૌથી રસપ્રદ માન્યતા સૂર્યાસ્ત બાદની છે. સાંજ પડતાની સાથે મંદિરના દરવાજા બંધ થઈ જાય છે અને પૂજારી પણ વિદાય લે છે. રાત્રે ત્યાં કે આસપાસના જંગલમાં કોઈને રોકાવાની છૂટ નથી. લોકોનું માનવું છે કે તે સમયે વન દેવી જંગલમાં વિચરણ કરે છે. આ જ વિશ્વાસ ફિલ્મની વાર્તાનો મુખ્ય આધાર બન્યો છે.
આ ફિલ્મમાં સિદ્ધાર્થનો રોલ આ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરે છે અને ત્યાર બાદ રહસ્ય, ભય અને અલૌકિક ઘટનાઓનો સામનો શરૂ થાય છે. આ સ્ટોરી લોકકથાથી પ્રેરિત હોવા છતાં તેને સિનેમાઈ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મેકર અરુણાભ કુમારે જણાવ્યું કે મંદિરની મુલાકાત બાદ તેમને આ વિચાર આવ્યો. તેમને સ્થાનિકો, પૂજારીઓ અને ગ્રામજનો સાથે વાતચીત કરીને જૂની પરંપરાઓ અને વાર્તાઓ એકત્ર કરી. તો દિગ્દર્શક દીપક મિશ્રાએ આ લોકવિશ્વાસને વિશાળ સિનેમાઈ અનુભવમાં રૂપાંતરિત કરવા માટે આધુનિક ટેક્નોલોજી અને સ્પેશિયલ ઇફેક્ટ્સનો ઉપયોગ કર્યો છે. ટ્રેલર આવ્યા બાદ મંદિરની ચર્ચા વધી છે અને વધુ ભક્તો દર્શન માટે જવા લાગ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
‘ધ વન’ માત્ર હોરર કે ફેન્ટસી ફિલ્મ નથી. તે ભારતીય લોકકથાઓ, આસ્થા અને જંગલના રહસ્યોને મોટા પડદા પર લાવવાનો પ્રયાસ છે. આ ફિલ્મ 25 સપ્ટેમ્બરે રિલીઝ થશે અને તેમાં વન દેવીની વાર્તા સાથે છઠ પર્વને પણ પહેલી વાર દર્શાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો