ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / 19 વર્ષ નાની મનીષા કોઈરાલા સાથે નાના પાટેકરને થયો હતો પ્રેમ, લેખકે ઉજાગર કર્યું સિક્રેટ
Last Updated: 11:51 AM, 16 September 2026
ADVERTISEMENT
90ના દાયકામાં નાના પાટેકર અને મનીષા કોઈરાલાના સંબંધની બોલિવૂડમાં ઘણી ચર્ચા થતી હતી. હવે લેખક રણબીર પુષ્પે બંને વચ્ચેના સંબંધને લઈને મોટો ખુલાસો કર્યો છે.બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર અને અભિનેત્રી મનીષા કોઈરાલાની જોડી 90ના દાયકામાં ચર્ચામાં રહી હતી. બંને વચ્ચે ઉંમરમાં 19 વર્ષનો તફાવત હતો. તે સમયે તેમના સંબંધને લઈને અનેક વાતો સામે આવી હતી, પરંતુ બંને વચ્ચે ખરેખર શું હતું તે સ્પષ્ટ રીતે ક્યારેય સામે આવ્યું નહોતું.
ADVERTISEMENT
હવે લેખક રણબીર પુષ્પે નાના પાટેકર અને મનીષા કોઈરાલાના ઓફ-સ્ક્રીન સંબંધ વિશે વાત કરી છે. સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે ‘અગ્નિસાક્ષી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ હતો કે નહીં. તેના જવાબમાં રણબીર પુષ્પે કહ્યું કે બંને વચ્ચે કંઈક તો હતું, પરંતુ તે મિત્રતા હતી કે પ્રેમ તે ભગવાન જ જાણે.
ADVERTISEMENT
રણબીર પુષ્પના જણાવ્યા પ્રમાણે નાના પાટેકર અને મનીષા કોઈરાલા એકબીજાની ખૂબ નજીક હતા. બંને વચ્ચે સારી સમજણ હતી અને સાથે સીન કરતા પહેલા તેઓ તેના વિશે ચર્ચા પણ કરતા હતા. તેમણે કહ્યું કે બંનેની ઓન-સ્ક્રીન પરફોર્મન્સમાં પણ આ સમજણ જોવા મળતી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
રણબીર પુષ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય બંનેના સંબંધ વિશે પોતે તપાસ કરવાનો પ્રયાસ કર્યો નહોતો. તેમના કહેવા પ્રમાણે તેમણે બાદમાં અખબારોમાં નાના અને મનીષા વિશેની વાતો વાંચી હતી, પરંતુ સેટ પર તેમણે પોતાની આંખે એવું કંઈ જોયું નહોતું. તેઓ પોતાના કામ પર ધ્યાન આપતા અને સીન બાદ ત્યાંથી જતા રહેતા હતા.
ADVERTISEMENT
નાના પાટેકર અને મનીષા કોઈરાલાએ 1996માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ખામોશી: ધ મ્યુઝિકલ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં મનીષાએ નાના પાટેકરના પાત્રની દીકરીની ભૂમિકા ભજવી હતી. એ જ વર્ષે બંને ‘અગ્નિસાક્ષી’માં પણ સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ 1998માં બંનેએ ‘યુગપુરુષ’ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સલમાન ખાનની ‘માતૃભૂમિ’ પર બ્રેક, 2026માં રિલીઝ નહીં થાય, જાણો ક્યારે રિલીઝ થશે સલમાનની ફિલ્મ
નાના પાટેકર અને મનીષા કોઈરાલાના સંબંધને લઈને વર્ષોથી ચર્ચા થતી આવી છે. જોકે રણબીર પુષ્પે પણ પોતાના અનુભવના આધારે માત્ર એટલું જ કહ્યું કે બંને વચ્ચે નજીકનો સંબંધ અને સારી સમજણ હતી. તે સંબંધ પ્રેમ હતો કે માત્ર મિત્રતા, તેના વિશે તેમણે કોઈ ચોક્કસ દાવો કર્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ