ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ પરપ્રાંતિય યુવકની હત્યા, બહેનની છેડતી કરનારને 3 ભાઈઓએ પતાવી દીધો

કાર્યવાહી / રાજકોટ પરપ્રાંતિય યુવકની હત્યા, બહેનની છેડતી કરનારને 3 ભાઈઓએ પતાવી દીધો

Published By: Vishal Khamar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 10:50 AM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બહેનની છેડતી કરનાર શખ્શની 3 ભાઈઓએ હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં સામે આવવા પામ્યું છે.

ADVERTISEMENT

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા સાધુવાસવાણી કુંજ રોડ પર બાંધકામ સાઇટના પાછળના ભાગેથી આજે એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવતા પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ મૂળ ઓડિશાના અને રાજકોટમાં મજૂરી કામ કરતા 34 વર્ષીય દુખી શ્યામ તરીકે થઈ હતી. બનાવની ગંભીરતાને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂ કરી હતી.

3 શંકાસ્પદની પૂછપરછમાં હત્યાનો ખુલાસો

પોલીસે બનાવના પગલે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી તેમની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે મૃતક દુખી શ્યામે એક યુવતીનો હાથ પકડ્યો હોવાની બાબતે શંકા ઊભી થઈ હતી. આ યુવતી એમપીના શ્રમિક અજિતની બહેન હોવાનું સામે આવ્યું હતું. બહેન સાથે છેડતી થઈ હોવાની શંકા રાખીને અજિતે તેના બે મિત્રો સાથે મળીને દુખી શ્યામને બાંધકામ સાઇટના ઉપરના માળે લઈ ગયો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

આરોપીઓના નામ

પીંજુ ભુરીયા, અજીત ભુરીયા, રાજેશ કૈલાસ ભુરીયાએ હત્યા કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

ગળું દબાવી હત્યા બાદ મૃતદેહ ફેંકી દીધો

પોલીસના જણાવ્યા મુજબ, ઉપરના માળે લઈ ગયા બાદ આરોપીઓએ દુખી શ્યામ સાથે મારામારી કરી અને તેનું ગળું દબાવી હત્યા કરી હોવાની પ્રાથમિક કબૂલાત આપી છે. ત્યારબાદ મૃતદેહને બાંધકામ સાઇટના પાછળના ભાગે ફેંકી દેવામાં આવ્યો હતો. આ બનાવને આપઘાત અથવા અકસ્માતનું સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ પોલીસને શંકા છે.

આ પણ વાંચોઃ ઈડરના ગંભીરપુરામાં દીપડાના આંટાફેરા, એકસાથે બે દીપડા દેખાયા

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં કડી મળી

બનાવની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ ત્રણેય વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. પોલીસની કડક પૂછપરછ દરમિયાન ઘટનાની વિગતો સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. મૃતકના ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot latest news Railnagar murder Rajkot crime news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ