ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / શ્રીલંકાને હરાવી ભારતે મહિલા એશિયા કપ જીત્યો, પરંતુ પાકિસ્તાની મંત્રી મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો કર્યો ઇનકાર!

ક્રિકેટ / શ્રીલંકાને હરાવી ભારતે મહિલા એશિયા કપ જીત્યો, પરંતુ પાકિસ્તાની મંત્રી મોહસિન નકવીના હાથે ટ્રોફી લેવાનો કર્યો ઇનકાર!

Published By: Bijal Vyas

Last Updated: 08:19 AM, 14 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને ખિતાબ જીતી લીધો. ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાની મંત્રી મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

ADVERTISEMENT

દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે મહિલા એશિયા કપ જીતી લીધો. આ ખિતાબ જીત્યા બાદ, ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાન સરકારના મંત્રી મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. દરમિયાન, ભારતની મક્કમ ભૂમિકાને કારણે નકવીએ માત્ર રનર-અપ રહેલી શ્રીલંકાની ટીમને જ ચેક સોંપ્યો અને સ્થળ પરથી જતા રહ્યા. પરિણામે, ટ્રોફી એનાયત કર્યા વિના જ ઈનામ વિતરણ સમારોહ સંપન્ન થયો. આ દરમિયાન, કોચ અમોલ મઝુમદારે જણાવ્યું હતું કે તેઓ BCCIના નિર્ણય સાથે સહમત છે અને ઉમેર્યું કે, "અમારા માટે આ ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ છે; અમે ચેમ્પિયન છીએ અને એટલું પૂરતું છે."

પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, જ્યારે ભારત જીતની નજીક હતું ત્યારે મેચની અંતિમ ક્ષણોમાં મોહસિન નકવી અન્ય મહાનુભાવોની સાથે બેઠેલા જોવા મળ્યા હતા. તેઓ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ દેવાજીત સૈકિયાની નજીક બેઠા હતા. મેચ બાદ નકવીએ મંચ સંભાળ્યો અને શ્રીલંકાની ટીમને રનર-અપ પુરસ્કારો આપ્યા હતા. ત્યારબાદ તેમણે શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથુને રનર-અપનો ચેક સોંપ્યો. અથાપથુએ ફારવીઝ મહરૂફ સાથે વાતચીત કર્યા બાદ તરત જ પુરસ્કાર વિતરણ સમારોહ સંપન્ન થયો અને તે પછી તેઓ મેદાનમાંથી રવાના થઈ ગયા.

નકવીએ BCCIએ આપ્યો વિકલ્પ

BCCIના સચિવ દેવાજીત સૈકિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, ભારત શરૂઆતથી જ નકવી દ્વારા ટ્રોફી અર્પણ કરવાના વિરોધમાં હતું, તેમ છતાં તેમની સમક્ષ બે વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા. પ્રથમ પ્રસ્તાવ એ હતો કે ACCના ઉપાધ્યક્ષ ખાલિદ અલ ઝારૂની ભારતીય ટીમને ટ્રોફી સોંપે. બીજો વિકલ્પ એ હતો કે તાજેતરની પરંપરા મુજબ, વિજેતા બોર્ડના પ્રતિનિધિ પોતે જ પોતાની ટીમને ટ્રોફી આપે.

સૈકિયાએ જણાવ્યું કે નકવીએ બંને પ્રસ્તાવો સ્પષ્ટપણે નકારી કાઢ્યા. નકવી પોતે જ ટ્રોફી સોંપવા બાબતે મક્કમ રહ્યા, પરંતુ ભારતીય ટીમ પણ પોતાની વાત પર અડગ રહી અને ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો.

હકીકતમાં સપ્ટેમ્બર 2025માં પુરુષોની એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ, બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ જિયો - પોલિટિકલ સંબંધોને કારણે ભારતીય ટીમે નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ભારતે વિનંતી કરી હતી કે ટ્રોફી એમિરેટ્સ ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ દ્વારા આપવામાં આવે. નકવીએ આ માંગ ફગાવી દીધી હતી અને ત્યારબાદ સર્જાયેલા વિવાદને પગલે, ACCના અધિકારીઓ ટ્રોફી અને મેડલ લઈને મેદાનમાંથી જતા રહ્યા હતા. જોકે, આ વખતે તેઓ ટ્રોફી પોતાની સાથે લઈ ગયા ન હતા.

આ પણ વાંચોઃ મહિલા એશિયા કપ 2026: ફાઇનલમાં શ્રીલંકાને 72 રને કચડીને ભારતીય ટીમ બની ચેમ્પિયન

ઉલ્લેખનીય છે કે, 2025માં ભારતીય ખેલાડીઓએ સ્ટેજ પર બોલાવવામાં આવે ત્યાં સુધી એક કલાકથી વધુ સમય સુધી રાહ જોવી પડી હતી. તે ઘટના બાદથી ભારતને ACC તરફથી હજુ સુધી ટ્રોફી મળી નથી. નકવી પોતાની વાત પર અડગ રહ્યા હતા કે ટીમના કેપ્ટને ટ્રોફી સીધી તેમના હાથમાંથી જ સ્વીકારવી જોઈએ. હવે, મહિલા એશિયા કપની ફાઇનલ દરમિયાન ફરી એકવાર આવો જ ગતિરોધ જોવા મળ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

india womens cricket team wins asia cup 2026 trophy dispute mohsin naqvi

Published by

Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ