ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / વિશ્વ / 9/11નો ખૌફનાક દિવસ, ગુજરાતી જય પટેલે આંખો સામે જોયો હતો આતંકનો તાંડવ, જણાવી એવી વાત કે...
Last Updated: 04:09 PM, 11 September 2026
ADVERTISEMENT
11 સપ્ટેમ્બર, 2001ના આતંકી હુમલાની ૨૫મી વરસી નજીક આવી રહી છે ત્યારે ન્યૂયોર્ક સ્થિત ત્રીજી પેઢીના ગુજરાતી ટેક રોકાણકાર અને ફિલ્મ નિર્માતા જય પટેલ માટે એ ભયાનક દિવસની યાદો આજે પણ તાજી છે. તેઓ હુમલો અત્યંત નજીકથી જોનારા લોકોમાંના એક છે.
ADVERTISEMENT
11 સપ્ટેમ્બર, 2001ની સવારે જય પટેલ ડાઉનટાઉન મેનહટન તરફ કાર ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાંથી ધુમાડો નીકળતો જોયો. થોડી જ ક્ષણોમાં તેમણે બીજું વિમાન બીજા ટાવર સાથે અથડાતું જોયું. તાલીમબદ્ધ પાઇલટ હોવાના કારણે તેમને તરત સમજાઈ ગયું કે આ માનવીય ભૂલ હોઈ શકે નહીં. તેઓ વેસ્ટ સાઇડ હાઇવે પર કાર રોકીને સ્તબ્ધ થઈ ગયા હતા.
જયના બે રૂમમેટ ટોમ રાયન અને મુદિત સચદેવ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આવેલી કંપનીઓમાં કામ કરતા હતા. હુમલાના થોડા દિવસ પહેલાં જ ત્રણેય મિત્રો વર્લ્ડ ટ્રેડ સેન્ટરના પ્રસિદ્ધ વિન્ડોઝ ઓન ધ વર્લ્ડ રેસ્ટોરાંમાં પણ સાથે મળ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો- નાગરિકોના જીવના બદલામાં અધિકારીઓએ કરી પૈસાની દલાલી? અમદાવાદમાં ફાયર સેફ્ટીના નામે મોટું ખુલ્યું કૌભાંડ
હુમલાની ખબર પડતાં પટેલ ઘટનાસ્થળે દોડી ગયા. ત્યાં અફરાતફરી, ધુમાડો અને કાટમાળનાં દૃશ્યો હતાં. આ દરમિયાન તેમની મુલાકાત ઉત્તર ભારતની એક મહિલા સાથે થઈ. તેનો પુત્ર વર્લ્ડ ટ્રેડ સેન્ટરના 80મા માળે નોકરીના ઇન્ટરવ્યૂ માટે ગયો હતો અને જે માળ વિમાનની સીધી અસરગ્રસ્ત જગ્યાઓમાંનો એક હતો.
ADVERTISEMENT
જયે પુત્રના સંભવિત અંજામની જાણ તેને કેવી રીતે કરવી તે સમજાતું ન હોવાથી દુઃખી બનેલી મહિલાને એકલી ન છોડી. તેઓ તેની સાથે રહ્યા અને તેના સંબંધીઓ આવે ત્યાં સુધી તેને પોતાના ઘરે પણ આશરો આપ્યો.
આ ઘટનાની અસર જય પર લાંબા સમય સુધી રહી. તેઓ બીજા દિવસે વહેલી સવાર સુધી ઘટનાસ્થળની નજીક રહ્યાં. ત્યાર બાદ ફરી ત્યાં ગયા. સમય જતાં તેમને ખબર પડી કે તેમના બંને મિત્રો બચી ગયા હતા.
ADVERTISEMENT
જયે ત્યાર બાદ 9/11ના પોતાના અનુભવ અને તેમાંથી મળેલા જીવનપાઠ પર પુસ્તક પણ લખ્યું છે. તેમના કહેવા મુજબ આ કરુણ ઘટનાએ તેમને જીવનની વધુ કદર કરવી, લોકો પ્રત્યે વધુ કરુણાશીલ બનવું અને મિત્રતાનું મૂલ્ય સમજાવ્યું. તેઓ આ મહિનાના અંતમાં યોજાનારા ૭૨મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં પણ હાજરી આપવાના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT