ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગરબાના નકલી પાસ, APK ફાઈલના નામે સાયબર ફ્રોડની જાળઃ પોલીસની બાજનજર

ગુજરાત / ગરબાના નકલી પાસ, APK ફાઈલના નામે સાયબર ફ્રોડની જાળઃ પોલીસની બાજનજર

Published By: Nidhi Panchal

Last Updated: 03:25 PM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રી નજીક આવતાં નકલી ગરબા પાસ, APK ફાઈલ અને બનાવટી શોપિંગ ડીલના નામે સાયબર છેતરપિંડીનો ખતરો વધ્યો છે. અમદાવાદ પોલીસે નાગરિકોને અજાણી લિંક પર ક્લિક નહીં કરવા અને ઓનલાઈન ખરીદી પહેલાં વેબસાઇટ તથા વેચાણકર્તાની ખરાઈ કરવા અપીલ કરી છે.

ADVERTISEMENT

નવરાત્રી નજીક આવતાં શહેર પોલીસ દ્વારા ઓનલાઈન છેતરપિંડીનાં નવાં કૌભાંડો અંગે નાગરિકોને સાવચેત કરવામાં આવ્યા છે. બનાવટી ઓફર, નકલી મફત પાસની લિંક, માલવેરવાળી એપીકે ફાઈલ અને છેતરામણી શોપિંગ ડીલ્સના નામે છેતરપિંડી થઈ શકે છે. પોલીસે ખાસ કરીને ડિસ્કાઉન્ટેડ નવરાત્રી પાસ આપવાની લાલચ આપતી લિંક પર ક્લિક ન કરવા ચેતવણી આપી છે. આવી ફાઇલ અથવા લિંકના માધ્યમથી સાયબર ગુનેગારો મોબાઈલ, બેન્કિંગ વિગતો સહિતની સંવેદનશીલ માહિતી મેળવી શકે છે. નાગરિકોને કોઈ પણ ખરીદી કરતાં પહેલાં વેબસાઇટ, સોશિયલ મીડિયા પેજ અને વેચાણકર્તાની ખરાઈ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

morbi garba 5

ગણેશોત્સવમાં પણ સલામતી અંગેની કડક ચકાસણી

આ સાયબર ચેતવણી એવા સમયે આપવામાં આવી છે, જ્યારે શહેર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થનારા ગણેશોત્સવની તૈયારી કરી રહ્યું છે. ગણેશોત્સવ દરમિયાન આગની ઘટનાઓ, ભીડ અને અવ્યવસ્થા ટાળવા પોલીસ, ફાયર વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગણેશ મંડપના આયોજકો માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે.

કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે કે આયોજકોને ફાયર ટેન્ડર માટે રસ્તો ખુલ્લો રાખવા, પૂરતા બહાર નીકળવાના માર્ગો રાખવા, મંજૂર ક્ષમતા મુજબ જ પ્રવેશ આપવા તથા કટોકટી અને ‘નો સ્મોકિંગ’ના સંકેતો સ્પષ્ટ રીતે દર્શાવવા સૂચના આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ઓછામાં ઓછા બે ઇમર્જન્સી એક્ઝિટ રાખવા જરૂરી છે. તાલીમબદ્ધ કર્મચારીઓ ફાયર એકસ્ટિંગ્વિશર ચલાવવા સક્ષમ હોવા જોઈએ અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેઓ હાજર રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

જ્વલનશીલ સામગ્રી રાખવા પર પણ પ્રતિબંધ મૂક્યો

અધિકારીઓએ મંડપમાં અથવા તેની આસપાસ ફટાકડા, એલપીજી સિલિન્ડર, રસોઈનાં સાધનો તથા જ્વલનશીલ સામગ્રી રાખવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. સુશોભન માટેની લાઇટિંગ પણ સલામતીના નિયમોનું પાલન કરતી હોવી જોઈએ અને માન્ય ઇલેક્ટ્રિકલ એન્જિનિયર દ્વારા તેનું નિરીક્ષણ કરાવવું પડશે. નાગરિકોને ગણેશની મૂર્તિ ઓનલાઈન ખરીદતી વખતે પણ સાવચેત રહેવા જણાવાયું છે. વેચાણકર્તા, વેબસાઇટ અને ચુકવણીની વિગતોની ખરાઈ કર્યા વિના ખરીદી ન કરવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો? જાન્યુઆરી મહિનાથી લાગુ થશે મોટા ફેરફારો

ટ્રાફિક વ્યવસ્થા માટે ૪૭૩ ટીઆરબી જવાનો તહેનાત

ટ્રાફિક વ્યવસ્થા પણ પોલીસ માટે મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક બની છે. ગત વર્ષની નવરાત્રી દરમિયાન શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આને ધ્યાનમાં રાખીને શહેરના માર્ગો પર ૪૭૩ ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ (ટીઆરબી) જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. ખાસ કરીને મોટાં ગરબા સ્થળો અને તહેવારના મુખ્ય રૂટ આસપાસ ટ્રાફિકનું સંચાલન કરવા આ જવાનોની મદદ લેવામાં આવશે. શહેરમાં ગણેશોત્સવ, ત્યાર બાદ નવરાત્રી દરમિયાન વધનારા વાહનવ્યવહારને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cyber Fraud APK File Scam Garba Pass Scam

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ