ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં અચાનક કડાકો, સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો, રોકાણકરોના ₹5 લાખ કરોડ ડૂબ્યાં, કેમ ધડામ થયું બજાર?

બિઝનેસ / શેરબજારમાં અચાનક કડાકો, સેન્સેક્સ 700થી વધુ પોઈન્ટ તૂટ્યો, રોકાણકરોના ₹5 લાખ કરોડ ડૂબ્યાં, કેમ ધડામ થયું બજાર?

Published By: Jinal Chauhan

Last Updated: 10:48 AM, 11 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય શેરબજારમાં આજે અચાનક ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો થતાં રોકાણકારોના લગભગ ₹5 લાખ કરોડનું માર્કેટ કેપ ઘટી ગયું છે.

ADVERTISEMENT

શેરબજારમાં શરૂઆતથી જ ભારે દબાણ જોવા મળી રહ્યું છે અને લગભગ તમામ સેક્ટર રેડ ઝોનમાં છે. નિફ્ટી 230 પોઈન્ટ એટલે કે 1 ટકા ઘટીને 23,255ની આસપાસ પહોંચી ગયો હતો. બીજી તરફ સેન્સેક્સ પણ 637 પોઈન્ટ એટલે કે 0.87 ટકા ઘટીને 74,265.32 પર આવી ગયો હતો. ખાસ કરીને મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે.

સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો

ભારતીય શેરબજારમાં અચાનક આવેલા કડાકાથી રોકાણકારોમાં ચિંતા વધી છે. સેન્સેક્સ 700 પોઈન્ટ સુધી તૂટ્યો હતો જ્યારે નિફ્ટીમાં પણ 230 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. BSEના ટોપ 30 શેરોમાંથી માત્ર 8 શેર જ તેજીમાં હતા. જ્યારે બાકીના 22 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલ જેવા શેર 2 ટકાથી વધુ તૂટ્યા હતા.

share-bajar-new

રોકાણકારોના ₹5 લાખ કરોડ સ્વાહા

બજારમાં ભારે વેચવાલી વચ્ચે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. BSEનું માર્કેટ કેપ લગભગ ₹483 લાખ કરોડથી ઘટીને ₹478 લાખ કરોડ થઈ ગયું છે. એટલે કે એક જ ઝાટકામાં લગભગ ₹5 લાખ કરોડનું માર્કેટ કેપ ઘટ્યું છે. આ ઉપરાંત BSEના 120 શેરમાં લોઅર સર્કિટ લાગી હતી. જ્યારે 70 શેર અપર સર્કિટ પર હતા.

અમેરિકાની મોંઘવારી અને વ્યાજદરની ચિંતા

બજારમાં ઘટાડાનું એક મોટું કારણ અમેરિકાથી આવેલા મોંઘવારીના મજબૂત આંકડા છે. આ આંકડાઓ બાદ અમેરિકાની ફેડરલ બેન્ક વ્યાજદરમાં વધારો કરી શકે તેવી આશંકા વધી છે. વ્યાજદરમાં વધારો થવાની શક્યતા વચ્ચે રોકાણકારો જોખમી એસેટમાંથી પૈસા કાઢી શકે છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ રિયલ એસ્ટેટ કંપની દરેક શેર પર આપશે 50 રૂપિયાનું ડિવિડન્ડ, જાણો રેકોર્ડ ડેટ

ક્રૂડ ઓઇલના ભાવે વધારી ટેન્શન

શેરબજારમાં ભારે ઘટાડા પાછળ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના વધતા ભાવ પણ મોટું કારણ માનવામાં આવી રહ્યા છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને લગભગ 108 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. ક્રૂડ ઓઇલ મોંઘું થવાથી ભારત જેવા મોટા આયાતકાર દેશ પર દબાણ વધી શકે છે. તેથી રોકાણકારોમાં ચિંતા વધતા શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે.

વિદેશી રોકાણકારોની વેચવાલીથી દબાણ

વિદેશી રોકાણકારોએ પણ ભારતીય શેરોમાં વેચવાલી કરી છે. 10 સપ્ટેમ્બરે વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી લગભગ ₹438 કરોડના શેર વેચ્યા હતા. જોકે બીજી તરફ સ્થાનિક રોકાણકારોએ ₹1,026 કરોડના શેર ખરીદ્યા હતા. આમ છતાં વિદેશી રોકાણકારોની વેચવાલી અને વૈશ્વિક બજારના નબળા સંકેતોને કારણે બજાર પર દબાણ યથાવત રહ્યું.

આ શેરોમાં પણ ભારે ઘટાડો

ઘણા મોટા અને દિગ્ગજ શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. હિન્દુસ્તાન કોપર લગભગ 4 ટકા ઘટીને ₹508ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. હિન્દુસ્તાન ઝિંકમાં પણ લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો. લોધા ડેવલપર્સનો શેર 5 ટકા તૂટ્યો હતો. કોચીન શિપયાર્ડ અને ગોદરેજ પ્રોપર્ટીઝમાં લગભગ 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો.આ સિવાય ડિક્સન ટેક્નોલોજીઝનો શેર 3 ટકાથી વધુ ઘટ્યો હતો. મુથૂટ ફાઇનાન્સમાં પણ લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSE પર કુલ 3,365 શેરોમાંથી 809 શેર તેજીમાં હતા જ્યારે 2,376 શેર ઘટ્યા હતા. 180 શેરમાં કોઈ ખાસ ફેરફાર થયો નહોતો. 117 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે અને 68 શેર 52 સપ્તાહના ઊંચા સ્તરે પહોંચ્યા હતા.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Crash Sensex Fall Nifty Fall

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ