ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:51 PM, 7 September 2026
ADVERTISEMENT
ભારતની GDPના આંકડા શાનદાર આવ્યા અને GSTકલેક્શન પણ મજબૂત રહ્યું છતાં શેરબજારમાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં અઠવાડિયાના પહેલા દિવસે તીવ્ર વેચાણનું દબાણ જોવા મળ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 383 અંકે તૂટ્યો, જ્યારે 23,779 ના સ્તરે નિફ્ટી 50 બંધ થયો. આ ઘટાડાથી રોકાણકારોના આશરે ત્રણ લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
ADVERTISEMENT
આઈટી અને ટેક સેક્ટર પર ખાસ દબાણ રહ્યું છે. અમેરિકી અર્થતંત્રમાં મંદીના સંકેતો અને મોટી આઈટી કંપનીઓના કમજોર આઉટલુકને કારણે ઇન્ફોસિસ અને ટેક મહિન્દ્રા જેવા શેરોમાં ભારે વેચાણ થયું. જેને સમગ્ર બજારને નીચે ખેંચી લીધું હતું. અમુક લાર્જકેપ શેરો જેમ કે એલએન્ડટી, ભારતી એરટેલ અને મારુતિ સુઝુકીએ ઘટાડાનો સામનો કરીને લીલા નિશાનમાં બંધ થયા હતા પરંતુ મેટલ અને આઈટી સેક્ટરમાં વેચાણનું વલણ મજબૂત રહ્યું. સ્મોલકેપ અને મિડકેપમાં પણ નફા વસૂલી જોવા મળી.
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે નિફ્ટી ફરીથી 24,000ના સ્તરથી ઉપર મજબૂતી સાથે સ્થિર ન થાય ત્યાં સુધી અસ્થિરતા ચાલુ રહી શકે છે. આગામી સત્રોમાં રોકાણકારોની નજર અમેરિકન ફેડરલ રિઝર્વના નિવેદનો, ક્રૂડ ઓઈલના ભાવ અને એફઆઈઆઈના આંકડા પર રહેશે. જેમાં શેરબજારમાં ઘટાડાના મુખ્ય ચાર કારણો આ પ્રમાણે છે. ચાલો તેની પર નજર કરીએ.
ADVERTISEMENT
ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 97 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. ભારત તેની જરૂરિયાતનો મોટો ભાગ આયાત કરે છે તેથી આ મોંઘવારી વેપાર ખાધ અને મોંઘવારી પર સીધી અસર કરે છે.
ADVERTISEMENT
અમેરિકામાં વ્યાજ દર વધવાની આશંકા
અમેરિકન આર્થિક આંકડા અને ફેડરલ રિઝર્વની નીતિને લઈને અનિશ્ચિતતા વધી છે. રોકાણકારોને ડર છે કે અમેરિકામાં વ્યાજ દર લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે.
ADVERTISEMENT
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા લશ્કરી અને રાજકીય તણાવને કારણે વૈશ્વિક બજારોમાં જોખમથી બચવાનું વલણ મજબૂત બન્યું છે અને અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)ની સતત વેચાણ
અમેરિકન બોન્ડ યીલ્ડ અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતીને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઇક્વિટી બજારમાંથી સતત મૂડી ખેંચી રહ્યા છે. જેનાથી ઘરેલું સૂચકાંકો પર ભારે દબાણ બન્યું છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો