ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / 30 વર્ષ પછી શનિ થયો માર્ગી, 2027 સુધી આ 4 રાશિને થશે અઢળક લાભ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:29 PM, 7 September 2026
1/6
જ્યોતિષના અનુસાર 11 ડિસેમ્બર 2026ના રોજ શનિ દેવ મીન રાશિમાં માર્ગી થશે. એટલે કે તેમની સીધી ચાલ શરૂ થશે. આ ઘટના લગભગ 30 વર્ષ પછી બની રહી છે. ત્યારબાદ શનિ 3 જૂન 2027 સુધી સીધી ચાલમાં જ રહેશે. આ બદલાવનો અસર ઘણી રાશિઓના કરિયર, વ્યવસાય અને આર્થિક સ્થિતિ પર પડી શકે છે. ખાસ કરીને વૃષભ, મિથુન, તુલા અને મકર રાશિના જાતકો માટે આ સમય શુભ માનવામાં આવી રહ્યો છે.
2/6
મીન રાશિમાં શનિ તમારા 11મા ભાવમાં માર્ગી થશે. આ ભાવ આવક, લાભ અને ઈચ્છાઓની પૂર્તિ સાથે જોડાયેલો છે. સીધી ચાલ શરૂ થયા બાદ નવા કમાણીના સ્ત્રોત ઊભા થવાના સંકેત છે. વ્યવસાય કરનારાઓને વિસ્તરણનો મોકો મળી શકે છે અને નોકરીદારોની જવાબદારીઓ વધી શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાની શક્યતા છે.
ADVERTISEMENT
3/6
તમારા માટે પણ શનિનું માર્ગી થવું સકારાત્મક રહી શકે છે. મીન રાશિમાં શનિ તમારા 10મા ભાવમાં આવશે, જે કરિયર અને વ્યવસાય સાથે સંબંધિત છે. 11 ડિસેમ્બર બાદ નોકરી કે વ્યવસાયમાં મહત્વના ફેરફારો જોવા મળી શકે છે. જેઓ કરિયર બદલવાનું વિચારી રહ્યા છે તેમને સફળતા મળવાના સંકેત છે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે.
4/6
તમારા માટે શનિની સીધી ચાલ આર્થિક અને કરિયરની દ્રષ્ટિએ મહત્વની સાબિત થઈ શકે છે. મીન રાશિમાં શનિ તમારા છઠ્ઠા ભાવને અસર કરશે. જ્યોતિષમાં આ ભાવ નોકરી, દેવું, દુશ્મનો અને સ્પર્ધા સાથે જોડાયેલો માનવામાં આવે છે. આ સમયગાળામાં આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત છે અને પરિસ્થિતિ પ્રમાણે આગળ વધવાના મોકા પણ મળી શકે છે.
ADVERTISEMENT
5/6
મકર રાશિના સ્વામી પોતે શનિ દેવ છે તેથી તેમની ચાલમાં થતો ફેરફાર આ રાશિ માટે ખાસ મહત્વ ધરાવે છે. મીન રાશિમાં શનિ તમારા ત્રીજા ભાવમાં માર્ગી થશે. આથી સાહસ, પરાક્રમ, સંચાર અને કાર્યક્ષેત્રમાં મજબૂતી આવવાના સંકેત છે. નોકરી કરતા લોકોને મહત્વના ફેરફારો જોવા મળી શકે છે અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને નવી સારી ડીલ મળવાની શક્યતા પણ જણાવવામાં આવી છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ