ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IND-W vs PAK-W: ભારત-પાકિસ્તાનના કેપ્ટને હેન્ડશેક ટાળ્યું, ટોસ જીતતાની સાથે જ દુબઈમાં માહોલ ગરમાયો
Last Updated: 08:38 PM, 5 September 2026
ADVERTISEMENT
મહિલા એશિયા કપની 9મી મેચનો મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થઈ ચૂક્યો છે. મુકાબલો શરૂ થાય તે પહેલાં જ ગ્રાઉન્ડ પર માહોલ ગરમાયો હતો. મેચના ટોસ સમયે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ હેન્ડશેક કરવાનું ટાળ્યું હતું.
ADVERTISEMENT
ક્રિકેટમાં ટોસ પછી હાથ મિલાવવો સામાન્ય વાત છે, પરંતુ આ મેચમાં આ પરંપરા જોવા મળી નહોતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે બંને કેપ્ટનનો આમનો-સામનો થયો ત્યારે બંને કેપ્ટન એકબીજાથી દૂર રહ્યા હોય તેવું જણાયું હતું.
જો કે પહેલીવાર આવું નથી થયું. ભારતીય ટીમ છેલ્લા થોડા સમયથી પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે નો-હેન્ડશેક નીતિ અપનાવતી આવી રહી છે. અગાઉ ટી-20 વર્લ્ડ કપમાં પણ આ બંને કેપ્ટન આમને-સામને થયાં હતાં, ત્યારે પણ આવો જ નજારો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ટોસ દરમિયાન હરમનપ્રીતને જ્યારે નો હેન્ડશેક વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે ટીમનું સંપૂર્ણ ધ્યાન માત્ર અને માત્ર ગેમ પર છે. મેદાનની બહાર ચાલતી વાતો પર તેમની ટીમ અને ખેલાડીઓનું ધ્યાન બિલકુલ નથી.
ADVERTISEMENT
જો આ મેચની વાત કરવામાં આવે તો પાકિસ્તાન મહિલા ટીમના કેપ્ટન સનાએ ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી ચૂકી છે અને આ મેચમાં પણ પોતાના શાનદાર પ્રદર્શન કરી મેચ પર કબ્જો જમાવવા માંગશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ