ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતના સચિન GIDCમાં સિલાઈ મશીન અડકતાં યુવકને લાગ્યો કરંટ, ઘટનામાં યુવકનું મો*ત, જુઓ ચોંકાવનારા CCTV

ગુજરાત / સુરતના સચિન GIDCમાં સિલાઈ મશીન અડકતાં યુવકને લાગ્યો કરંટ, ઘટનામાં યુવકનું મો*ત, જુઓ ચોંકાવનારા CCTV

Published By: Nidhi Panchal

Last Updated: 10:42 AM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સચિન GIDC વિસ્તારમાં સિલાઈનું કામ કરતા યુવક સાથે અચાનક કરંટ લાગવાની ઘટના બની છે. સિલાઈ મશીનને અડકતા ધીરજ કુમારનું મોત થયું, જ્યારે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

ADVERTISEMENT

સુરતના સચિન GIDC વિસ્તારમાં કામ કરતી વખતે એક યુવક સાથે એવી દુર્ઘટના બની કે થોડી જ ક્ષણોમાં તેનો જીવ જતો રહ્યો. સિલાઈ મશીન પર કામ કરતી વખતે અચાનક કરંટ લાગતા ધીરજ કુમાર નામના યુવકનું મોત થયું છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે સચિન GIDC પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Gidc-2

મળતી માહિતી પ્રમાણે, સુરતના સચિન વિસ્તારમાં આવેલી કલર્સ ડિજિટલમાં ધીરજ કુમાર નામનો યુવક સિલાઈનું કામ કરતો હતો. રોજની જેમ તે પોતાની કામગીરી કરી રહ્યો હતો. દરમિયાન અચાનક સિલાઈ મશીનને અડકતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ યુવક ત્યાં જ ઢળી પડ્યો હતો અને ઘટનાને કારણે આસપાસના લોકોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.

સમજાય તે પહેલા જ યુવક કરંટની ચપેટમાં આવી

આ ઘટના અચાનક બની હોવાથી ત્યાં હાજર લોકોને કંઈ સમજાય તે પહેલા જ યુવક કરંટની ચપેટમાં આવી ગયો હતો. સિલાઈ મશીનને અડકતા જ કરંટ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગયો છે. CCTVમાં કેદ થયેલા દ્રશ્યોના આધારે પોલીસ હવે ઘટનાની તપાસ કરી રહી છે.

GIDC પોલીસ પણ સ્થળ પર પહોંચી

ઘટનાની જાણ થતાં સચિન GIDC પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકને કયા કારણોસર સિલાઈ મશીનમાંથી કરંટ લાગ્યો અને મશીનમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના બની તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો

આ ઘટનામાં ધીરજ કુમારના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. કામ દરમિયાન અચાનક બનેલી આ દુર્ઘટનાએ ફરી એકવાર કામના સ્થળે ઇલેક્ટ્રિક સાધનો સાથે સાવચેતી રાખવાની જરૂરિયાત સામે લાવી છે. ખાસ કરીને સિલાઈ મશીન જેવા વીજળીથી ચાલતા સાધનોમાં વાયરિંગ, અર્થિંગ અને અન્ય ઇલેક્ટ્રિકલ વ્યવસ્થા યોગ્ય છે કે નહીં તેની સમયાંતરે તપાસ કરવી જરૂરી બને છે.

આ પણ વાંચો : ઓસિયા મોલમાં એવું શું થયું કે 250થી વધુ વેપારીઓ પહોંચ્યા NCLT? ₹16 કરોડની છેતરપિંડીના કેસથી મચ્યો ખળભળાટ

હાલમાં સચિન GIDC પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. CCTV ફૂટેજ સહિત અન્ય જરૂરી વિગતોના આધારે પોલીસ આ દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ કરી રહી છે. પોલીસની તપાસ બાદ ઘટનાને લઈને વધુ વિગતો સામે આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sewing Machine Electric Shock Surat Sachin GIDC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ