ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શર્મિલા ટાગોરના ‘વંદે માતરમ’ નિવેદન પર ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું- ‘બેગમ બન્યા પછી હિંદુ ધર્મ ભૂલી ગયા’!

photo-story

6 ફોટો ગેલેરી

વિવાદ / શર્મિલા ટાગોરના ‘વંદે માતરમ’ નિવેદન પર ભડક્યા મુકેશ ખન્ના, કહ્યું- ‘બેગમ બન્યા પછી હિંદુ ધર્મ ભૂલી ગયા’!

Last Updated: 02:55 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મુકેશ ખન્ના હંમેશાં સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓ પર ખુલીને બોલતા આવ્યા છે. હવે, તેમણે 'વંદે માતરમ્' અંગે શર્મિલા ટાગોરના નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. આવો જાણીએ કે, તેમણે શર્મિલા ટાગોર વિશે શું કહ્યું.

1/6

photoStories-logo

1. શર્મિલા ટાગોર પર ભડક્યા મુકેશ ખન્ના

મીડિયા સાથે વાત કરતા તેમણે શર્મિલા ટાગોરના નિવેદન પર કમેન્ટ કરી અને સવાલ કર્યો કે અન્ય ધર્મોને લગતી ચિંતાઓ શા માટે 'વંદે માતરમ્' પ્રત્યેના દ્રષ્ટિકોણને પ્રભાવિત કરવી જોઈએ. "તેઓ તેમની પોતાની સમજના આધારે વાત કરી રહ્યા છે. મને ખબર નથી કે તેમણે આવું શા માટે કહ્યું. કદાચ, પોતાનો દ્રષ્ટિકોણ સમજાવતી વખતે તેમણે એવી વાત કરી હશે કે અન્ય ધર્મના લોકો કદાચ તેને સમજી કે સ્વીકારી ન શકે."

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. "આયેશા બેગમ" કહીને સવાલ ઉઠાવ્યા

ત્યારબાદ, મુકેશે શર્મિલાના પટૌડી પરિવારમાં થયેલા લગ્નનો મુદ્દો ઉઠાવ્યો અને તેમને "આયેશા બેગમ" કહીને તેમના વલણ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, "શું તમને ઇસ્લામના અસ્તિત્વ વિશે લગ્ન પછી જ ખબર પડી? શું 'બેગમ' બન્યા પછી જ તમને એ સમજાયું કે મુસ્લિમો અલગ ધર્મ પાળે છે? તમે લગ્ન માટે 'આયેશા બેગમ' બનવાનું સ્વીકાર્યું હતું, છતાં આજે તમે તે જ ઓળખના આધારે વાત કરો છો. મને એ વાત નવાઈજનક લાગે છે કે હિન્દુ ધર્મમાં આખું જીવન વિતાવ્યા પછી, તમે અચાનક અન્ય ધર્મો વિશે ચિંતા કરવા લાગ્યા છો."

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. શર્મિલા ટાગોરને યાદ અપાવ્યુ બાળપણ

"શર્મિલા ટાગોર બંગાળમાં મોટા થયા છો, જ્યાં કાલી પૂજા ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. તમારો ઉછેર બંગાળી સંસ્કૃતિ અને બંગાળી સિનેમાના માહોલમાં થયો છે. તો પછી, તમને અચાનક એવું કેમ લાગે છે કે અન્ય ધર્મના લોકો તેને સ્વીકારશે નહીં?"

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. એક છે ભગવાન

મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે, ભલે આપણા ત્યાં 33 કરોડ દેવી-દેવતાઓ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે 33 કરોડ ઈશ્વર છે. ઈશ્વર તો એક જ છે અને તેઓ નિરાકાર છે એટલે કે તેમનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી. કોઈ ભક્ત ઈશ્વરને હનુમાન, શિવ, રામ કે કૃષ્ણના સ્વરૂપમાં જોઈ શકે છે. આ ઈશ્વરના અવતારો છે જે દરેક યુગમાં પ્રગટ થાય છે. જો ઈશ્વર મારી સમક્ષ પ્રગટ થાય, તો તેઓ કદાચ શિવના સ્વરૂપમાં આવે, કારણ કે હું શિવની આરાધના કરું છું. જ્યારે કૃષ્ણની પૂજા કરનાર વ્યક્તિ માટે તેઓ કદાચ કૃષ્ણના સ્વરૂપમાં પ્રગટ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. મુકેશ ખન્નાએ દાવો કર્યો

'વંદે માતરમ્' અંગેની ચર્ચાને ફરીથી તાજી કરતાં મુકેશ ખન્નાએ દાવો કર્યો હતો કે, મુસ્લિમ સમુદાયના અમુક વર્ગો દ્વારા આ ગીતનો જે ઐતિહાસિક વિરોધ કરવામાં આવ્યો હતો, તે માત્ર તેના પછીના ચરણોમાં હિન્દુ દેવી-દેવતાઓના ઉલ્લેખ પૂરતો સીમિત નહોતો. તેમાં એવી માન્યતા પર આધારિત વાંધો પણ સામેલ હતો કે તેઓ માત્ર ઈશ્વર સમક્ષ જ નમન કરે છે અને અન્ય કોઈની સમક્ષ નમન કરશે નહીં. તેમણે 'વંદે માતરમ્'ના વિવિધ સંગીતમય સ્વરૂપોનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં લતા મંગેશકર, હેમંત કુમાર અને એ.આર. રહેમાન સાથે સંકળાયેલા સંસ્કરણોનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ ફિલ્મની કરાવી યાદ

રહેમાનના 'મા તુઝે સલામ'નો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું કે આ ગીત પણ માતૃભૂમિને સલામ કરવાની ભાવના વ્યક્ત કરે છે. મુકેશે કહ્યું, "તેઓ કહે છે 'મા તુઝે સલામ'. તેઓ તેને 'મા' તરીકે સંબોધે છે અને સલામ કરે છે."અભિનેતાએ કહ્યું કે, ભારતમાં રહેતા લોકોએ દેશ અને તેના રાષ્ટ્રીય પ્રતીકોનો આદર કરવો જોઈએ, જોકે તેમણે એવો મત વ્યક્ત કર્યો કે કોઈને પણ શારીરિક રીતે નમન કરવા માટે મજબૂર ન કરવા જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

vande mataram controversy sharmila tagore mukesh khanna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ