ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / RBIની ખાસ સ્કીમથી ₹136 અબજ ડોલરથી વધુનું ફોરેક્સ ફંડ આવ્યું, ડોલર સામે રૂપિયો મજબૂત થયો!
7 ફોટો ગેલેરી
Last Updated: 09:53 PM, 3 September 2026
1/7
ભારતીય રૂપિયાએ ગુરુવારે ફરી એકવાર મજબૂત કમબેક કર્યું છે. જેમાં શરૂઆતના કારોબારમાં ડોલરની સરખામણીએ રૂપિયો 47 પૈસા સુધરીને 94.26ના સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયામાં આવેલી આ તેજી પાછળ સૌથી મોટું કારણ ફોરેન કરન્સીનો વધેલો ફ્લો અને વિદેશી રોકાણકારોની ભારતીય બજારમાં વધતી ખરીદી માનવામાં આવી રહી છે. આ સિવાય ઇન્ટરનેશનલ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સમાં નરમાઈ અને ક્રૂડ ઓઈલના ભાવમાં સ્થિરતા પણ રૂપિયાને સપોર્ટ આપી રહી છે.
2/7
રૂપિયાને સૌથી મોટો મદદ ભારતીય રિઝર્વ બેંકની FCNR(B) સંબંધિત પહેલથી મળ્યો છે. તેનાથી 31 ઓગસ્ટ સુધીમાં આશરે 127.23 અબજ ડોલરનું ફોરેન કરન્સી ભેગુંથયું છે. જો તેમાં Overseas Foreign Currency Borrowings (OFCB) અને External Commercial Borrowings (ECB)નો પણ સમાવેશ કરવામાં આવે તો આ પહેલ હેઠળ ભારતમાં આવેલા કુલ વિદેશી ફંડનો આંકડો લગભગ 136.38 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. જેમાં વિદેશી ચલણના આ મોટા ફ્લોથી દેશમાં ડોલરની એવેબીલીટી વધી છે. જેના પરિણામે RBI માટે રૂપિયામાં અચાનક આવતી કમજોરીને કાબૂમાં રાખવી વધુ સરળ બની છે.
ADVERTISEMENT
3/7
રૂપિયાની મજબૂતી પાછળ માત્ર RBIની સ્કીમ જ જવાબદાર નથી. જેમાં ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII/FPIની ખરીદી પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એક્સચેન્જના આંકડા મુજબ બુધવારે વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી માર્કેટમાં નેટ ધોરણે 6,688.37 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. જેમાં ફોરેન રોકાણકારો જ્યારે ભારતીય શેર માર્કેટમાં નાણાં લાવે છે ત્યારે તેમને ડોલરને રૂપિયામાં બદલવાની જરૂર પડે છે. આથી ભારતીય ચલણની માંગ વધે છે અને રૂપિયાને મજબૂતી મળે છે.
4/7
ગ્લોબલ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સ પણ થોડો કમજોર પડ્યો છે. જેમાં 6 મુખ્ય કરન્સી સામે ડોલરની સ્થિતિ દર્શાવતો આ ઇન્ડેક્સ 99.43ની આસપાસ હતો અને તેમાં 0.16 ટકાનો ઘટાડો જોવા મળ્યો. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ પણ થોડું ઘટીને લગભગ 95.48 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ભારત પોતાની તેલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. આથી ક્રૂડ ઓઈલ મોંઘું થાય ત્યારે ભારતને વધુ ડોલરની જરૂર પડે છે જે રૂપિયાના ઘટાડાનું કારણ બની શકે છે. હાલ ક્રૂડમાં થોડી રાહત મળતા રૂપિયાને તેનો પણ ફાયદો થયો છે.
ADVERTISEMENT
5/7
રૂપિયાની સાથે ભારતીય શેર માર્કેટમાં પણ ગુરુવારે સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. જેની શરૂઆતી ટ્રેડમાં સેન્સેક્સ લગભગ 221 પોઈન્ટ વધીને 76,791.52 પર અને નિફ્ટી લગભગ 60 પોઈન્ટના વધારા સાથે 23,974ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. આ સ્થિતિ દર્શાવે છે કે હાલમાં ભારતીય બજારમાં વિદેશી નાણાંનો પ્રવાહ અને રોકાણકારોનો વિશ્વાસ બંનેમાં સુધારો જોવા મળી રહ્યો છે.
6/7
ઉલ્લેખનીય છે કે, હાલના સંકેતો રૂપિયા માટે સારા મનાઈ રહ્યા છે. જેમાં FCNR(B) મારફતે આવેલા મોટા પ્રમાણના વિદેશી ફંડ, FIIની ખરીદી અને ડોલરમાં કમજોરીથી ભારતીય કરન્સીને ટૂંકા ગાળામાં સપોર્ટ મળી શકે છે. જોકે આગળની દિશા માટે ક્રૂડ ઓઈલના ભાવ, અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ, અમેરિકન બોન્ડ યીલ્ડ અને વૈશ્વિક ડોલરની ચાલ પર નજર રાખવી પડશે. ખાસ કરીને જો ક્રૂડ ફરી મોંઘું થાય કે વૈશ્વિક માર્કેટમાં ડોલરની માંગ વધે તો રૂપિયાની હાલની તેજી પર દબાણ આવી શકે છે. બીજી તરફ ફોરેન કેપિટલનો પ્રવાહ ચાલુ રહે અને RBIનો સપોર્ટ જળવાઈ રહે તો રૂપિયાને વધુ મજબૂતી મળી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ