ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 1 ઓક્ટોબરથી SBI Salary Accountમાં ATMની ફ્રી લિમિટ 10થી ઘટીને 5 થશે, પછી ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે!
4 ફોટો ગેલેરી
Last Updated: 09:07 PM, 3 September 2026
1/4
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)ના સેલરી એકાઉન્ટ ધારકો માટે મોટો ફેરફાર આવી રહ્યો છે. જેમાં 1 ઓક્ટોબર 2026થી બીજી બેંકના ATM પર ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા અડધી થઈ જશે. હાલમાં જે 10 ફ્રીટ્રાન્ઝેક્શન મળતા હતા તે હવે માત્ર 5 રહેશે. આ લીમીટમાં નાણાકીય અને બિન-નાણાકીય બંને પ્રકારના ટ્રાન્ઝેક્શન સામેલ છે.
2/4
આ લીમીટ પૂરી થયા બાદ દરેક કેશ વિડ્રોલ પર 23 રૂપિયા પ્લસ GST અને બિન-નાણાકીય ટ્રાન્ઝેક્શન પર 11 રૂપિયા પ્લસ GST લાગશે. આ નિયમ માત્ર સેલરી પેકેજ એકાઉન્ટ્સ માટે છે. બીજા એકાઉન્ટ્સ માટે ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા અને ચાર્જમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. તેમને હજુ પણ મહિનામાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે.
ADVERTISEMENT
3/4
SBIના પોતાના ATM પર સેલરી એકાઉન્ટ ધારકોને અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન મળવાનું ચાલુ રહેશે. સામાન્ય ગ્રાહકોને SBI ATM પર મહિનામાં 10 મફત ટ્રાન્ઝેક્શન મળે છે. અને બીજા બેંકના ATM પર પણ હવે મેટ્રો કે નોન-મેટ્રોનો ભેદ નથી મતલબ કે બધી જગ્યાએ પહેલા 5 ટ્રાન્ઝેક્શન ફ્રી છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ