ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / મિર્ઝાપુર’ ફિલ્મનો ધમાકેદાર રિવ્યૂ : મળ્યા 4 સ્ટાર, ગુડ્ડૂ પંડિત-મુન્ના ત્રિપાઠી ફરી થિયેટરમાં છવાયા!
7 ફોટો ગેલેરી
Last Updated: 02:12 PM, 4 September 2026
1/7
અલી ફઝલ, પંકજ ત્રિપાઠી, દિવ્યેન્દુ, શ્વેતા ત્રિપાઠી, અભિષેક બેનર્જી, રવિ કિશન અને શ્રિયા પિલગાંવકર જેવા કલાકારોથી સજેલી આ ફિલ્મને લઈને પહેલેથી જ જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો હતો. એમેઝોન પ્રાઇમ વીડિયોની લોકપ્રિય વેબ સિરીઝ બાદ હવે તેની કહાની મોટા પડદા પર પહોંચી છે. ફિલ્મના શરૂઆતના રિવ્યૂએ ચાહકોની ઉત્સુકતા વધુ વધારી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મને 4 સ્ટાર આપીને ‘વિનર’ ગણાવી છે. તેમના મતે ફિલ્મમાં એક્શન, ડ્રામા, હ્યુમર અને ઈમોશનનું જોરદાર મિશ્રણ જોવા મળે છે.
2/7
તરણ આદર્શના રિવ્યૂ પ્રમાણે ‘મિર્ઝાપુર ધ મૂવી’ને જોતા એવું લાગતું નથી કે વેબ સિરીઝના કોઈ એક એપિસોડને ખેંચીને ફિલ્મ બનાવવામાં આવી હોય. ફિલ્મમાં મોટા પડદાને ધ્યાનમાં રાખીને ભવ્યતા અને સિનેમેટિક ટ્રીટમેન્ટ આપવામાં આવ્યું છે. એક્શન પણ સિરીઝની સરખામણીએ મોટા સ્કેલ પર જોવા મળે છે.ફિલ્મમાં ‘મિર્ઝાપુર’નો કાચો અને દેશી અંદાજ જાળવી રાખવામાં આવ્યો છે. પાત્રોનો એટિટ્યૂડ અને રૉ ફ્લેવર પણ યથાવત છે. જોકે આ વખતે કહાનીને મોટા સ્કેલ સાથે રજૂ કરવામાં આવી છે. જેના કારણે સિરીઝના ચાહકો માટે આ ફિલ્મ એક અલગ પ્રકારનો અનુભવ બની શકે છે.
ADVERTISEMENT
3/7
ફિલ્મના લેખન અને ડાયલોગ્સને પણ શરૂઆતના રિવ્યૂમાં વખાણ મળી રહ્યા છે. ટકરાવવાળા દૃશ્યોમાં જોરદાર ટેન્શન જોવા મળે છે અને પાત્રોની વાતચીતમાં પહેલાની જેમ ‘મિર્ઝાપુર’નો ખાસ એટિટ્યૂડ જોવા મળે છે.ફિલ્મના કેટલાક ડાયલોગ્સ એવા હોવાનું કહેવાય છે જે દર્શકો થિયેટરની બહાર નીકળ્યા બાદ પણ એકબીજા સાથે બોલતા જોવા મળી શકે છે. ડિરેક્ટર ગુરમીત સિંહે ડ્રામા, એક્શન, હ્યુમર અને ઈમોશન વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. જેના કારણે ફિલ્મમાં ‘મિર્ઝાપુર ડીએનએ’ જળવાઈ રહે છે.
4/7
શરૂઆતના રિવ્યૂમાં ફિલ્મની એક ખામીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે સેકન્ડ હાફની શરૂઆતમાં ફિલ્મની ગતિ થોડી ધીમી પડે છે. આ ઉપરાંત બીજો ભાગ થોડો લાંબો પણ લાગી શકે છે. કેટલાક દૃશ્યોને વધુ ટૂંકા કરવામાં આવ્યા હોત તો ફિલ્મ વધારે ટાઇટ બની શકતી હતી.જોકે પ્રી-ક્લાઇમેક્સ અને ક્લાઇમેક્સ ફિલ્મની ગતિને ફરી વધારી દે છે. ખાસ કરીને જેસલમેરના રેતીના વિશાળ ધોરાઓ વચ્ચે શૂટ કરવામાં આવેલા દૃશ્યો ફિલ્મને ભવ્ય વિઝ્યુઅલ અનુભવ આપે છે. અંતિમ ભાગમાં એક્શન અને ડ્રામા ફરી જોર પકડે છે.
ADVERTISEMENT
5/7
ફિલ્મમાં ગુડ્ડૂ પંડિત અને મુન્ના ત્રિપાઠી વચ્ચેની ટક્કર ચાહકો માટે સૌથી મોટી હાઇલાઇટ બની શકે છે. બંને પાત્રો વચ્ચેની કેમેસ્ટ્રી અને ટકરાવને રિવ્યૂમાં ખાસ પસંદ કરવામાં આવ્યા છે. તેમના અંતિમ સિક્વન્સને પણ મજેદાર ગણાવવામાં આવ્યો છે.ફિલ્મનો અંત ‘મિર્ઝાપુર’ યુનિવર્સની આગળની કહાની માટે રસ્તો ખોલતો હોવાનો સંકેત પણ આપવામાં આવ્યો છે. એટલે ફિલ્મ પૂરી થયા બાદ પણ ચાહકો પાસે ચર્ચા કરવા માટે ઘણું બધું રહી શકે છે. પંકજ ત્રિપાઠી, રવિ કિશન અને અલી ફઝલની એક્ટિંગને ખાસ વખાણ મળી રહ્યા છે. દિવ્યેન્દુ, જીતેન્દ્ર કુમાર, અભિષેક બેનર્જી, મોહિત મલિક, રાજેશ તૈલંગ, પ્રમોદ પાઠક અને સુશાંત સિંહ સહિતના કલાકારોએ પણ પોતાની છાપ છોડી છે.
6/7
તરણ આદર્શના જણાવ્યા પ્રમાણે ફિલ્મમાં શાર્પ રાઇટિંગ, દમદાર ડાયલોગ્સ, શાનદાર એક્ટિંગ, હાઇ-વોલ્ટેજ ડ્રામા અને જબરદસ્ત એક્શનનો સંપૂર્ણ પેકેજ જોવા મળે છે. ખાસ કરીને ‘મિર્ઝાપુર’ના કટ્ટર ચાહકો માટે આ ફિલ્મ ખાસ ટ્રીટ સાબિત થઈ શકે છે.ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર પણ દર્શકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ઘણા યુઝર્સ ફિલ્મના એક્શન અને પાત્રોની ટક્કરને પસંદ કરી રહ્યા છે. શરૂઆતના રિવ્યૂ બાદ ફિલ્મને લઈને માહોલ ગરમ થયો છે. જોકે બોક્સ ઓફિસ પર ફિલ્મ કેટલો ધમાકો કરે છે તેનો સાચો નિર્ણય દર્શકોની પ્રતિક્રિયા અને કમાણી પરથી થશે.
ADVERTISEMENT
7/7
ફિલ્મમાં માત્ર જૂના પાત્રોની વાપસી જ નહીં પરંતુ નવા પાત્રો અને નવી પરિસ્થિતિઓ પણ કહાનીને આગળ લઈ જતા જોવા મળે છે. ‘મિર્ઝાપુર’ની જેમ આ ફિલ્મમાં પણ સત્તા, બદલો, સંબંધો અને ગુનાની દુનિયાને કેન્દ્રમાં રાખવામાં આવી છે. મોટા પડદા પર આ કહાનીને વધુ ભવ્ય રીતે રજૂ કરવામાં આવી હોવાથી ચાહકો માટે સિરીઝની યાદોને ફરી તાજી કરવાનો મોકો મળી શકે છે. હવે ફિલ્મને દર્શકો તરફથી કેટલો પ્રેમ મળે છે તે જોવું રસપ્રદ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ