ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / દાર્ચુલામાં વિનાશક ભૂસ્ખલનથી ચૌલાની નદીનો માર્ગ આંશિક બંધ, નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ; હાઈ એલર્ટ!

વિશ્વ / દાર્ચુલામાં વિનાશક ભૂસ્ખલનથી ચૌલાની નદીનો માર્ગ આંશિક બંધ, નીચાણવાળા વિસ્તારોમાં અચાનક પૂરનું જોખમ; હાઈ એલર્ટ!

Published By: Nidhi Panchal

Last Updated: 08:19 AM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. દાર્ચુલામાં ચૌલાની નદીનો પ્રવાહ અટકતા નીચાણવાળા વિસ્તારો માટે નવી ચેતવણી જારી કરવામાં આવી છે.

ADVERTISEMENT

નેપાળમાં પૂર અને ભૂસ્ખલન બાદ સ્થિતિ હજુ પણ ચિંતાજનક બની રહી છે. એક તરફ રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે, તો બીજી તરફ શુક્રવારે દાર્ચુલા જિલ્લામાં ચૌલાની નદીમાં ભારે ભૂસ્ખલન થતાં નદીના પ્રવાહમાં અવરોધ ઉભો થયો છે. નદીનો પ્રવાહ અટકતા આસપાસના વિસ્તારોમાં જોખમ વધી ગયું છે. આ સ્થિતિને જોતા નીચાણવાળા વિસ્તારો માટે ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

nepal-2

દરમિયાન, 26 ઓગસ્ટના પૂર અને ભૂસ્ખલન બાદ નેપાળમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. ત્રિશુલી બજાર વિસ્તારમાંથી 5 વર્ષના બાળક સહિત ત્રણ ભારતીયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 169 ભારતીયોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 275 ભારતીયો હજુ પણ ગુમ છે.

લગભગ 1,344 લોકોનાં મોત

નેપાળમાં અત્યાર સુધીમાં લગભગ 1,344 લોકોનાં મોત થયા છે. નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર પૂરથી મૃત્યુઆંક વધીને 1,344 થયો છે. તિબેટમાં પણ 31 લોકોનાં મોત થયા છે. રાહત અને બચાવ ટીમોએ અત્યાર સુધીમાં 12,000 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે. જોકે, હજુ પણ 5,300થી વધુ લોકો ગુમ હોવાનું જણાવવામાં આવ્યું છે. સરકારી અહેવાલો પ્રમાણે નેપાળમાં 32,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

ભારતે નેપાળને 95 ટન રાહત સામગ્રી મોકલી

નેપાળમાં મુશ્કેલીના આ સમયમાં ભારત સતત મદદ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટથી પૂર શરૂ થયા બાદ ભારતે નેપાળમાં આશરે 95 ટન રાહત સામગ્રી મોકલી છે. આ રાહત સામગ્રી સાત વિમાનો દ્વારા નેપાળ પહોંચાડવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 26 ઓગસ્ટના રોજ નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ સાથે વાત કરી હતી અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ત્યારબાદ થોડા કલાકોમાં જ ભારતે રાહત સામગ્રીનો પહેલો જથ્થો નેપાળ મોકલી દીધો હતો. રાહત અને બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે ભારતે 54 નિષ્ણાતોને પણ નેપાળ મોકલ્યા છે. તેમાં 30 ટનલ બચાવ નિષ્ણાતો, 19 ફોરેન્સિક નિષ્ણાતો અને પાંચ સભ્યોની તબીબી ટીમનો સમાવેશ થાય છે. ભારતીય ટીમો નેપાળના અધિકારીઓ સાથે મળીને બચાવ કામગીરીમાં કામ કરી રહી છે.

nepal-3

ચીનથી 1,907 ભારતીયો સુરક્ષિત રીતે નેપાળ પહોંચ્યા

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ચીનથી 1,907 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે નેપાળ પહોંચ્યા છે. સત્તાવાર ચીની સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં કોઈ ભારતીય પ્રવાસી તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં ફસાયેલો નથી. આ માહિતીથી ત્યાં ફસાયેલા ભારતીયોને લઈને ચિંતામાં થોડો ઘટાડો થયો છે.

પુલ અને રસ્તાઓને મોટું નુકસાન

નેપાળમાં આવેલા પૂરથી રસ્તા અને પુલોને પણ મોટું નુકસાન થયું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખાસ કરીને મધ્ય નેપાળમાં 35 મોટરેબલ પુલ અને 45 ઝૂલતા પુલને નુકસાન થયું છે. આ ઉપરાંત લગભગ 40 કિલોમીટર લાંબા પાકા રસ્તાઓને પણ નુકસાન પહોંચ્યું છે. તેના કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક અને આવન-જાવન ખોરવાઈ ગયું છે.

આ પણ વાંચો : '35 નેતાઓમાંથી એક પસંદ કરવાનું હોય તો ટ્રમ્પ માટે મોદીનું નામ સૌથી ઉપર હશે’, અમેરિકન રાજદૂતનો મોટો દાવો

ભારતે સ્પષ્ટ કર્યું છે કે જરૂર પડ્યે તે નેપાળ સરકારને વધુ મદદ આપતું રહેશે. આ મદદમાં ફોરેન્સિક કીટ, બેઈલી બ્રિજ અને અન્ય જરૂરી સામગ્રી મોકલવાનો પણ સમાવેશ થાય છે. આમ, નેપાળમાં એક તરફ પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું છે, તો બીજી તરફ ભારત સહિતની રાહત અને બચાવ ટીમો લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત કામગીરી કરી રહી છે. દાર્ચુલામાં ચૌલાની નદીના પ્રવાહમાં થયેલા અવરોધને કારણે હવે નીચાણવાળા વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Flood India Rescue Landslide

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ