ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / '35 નેતાઓમાંથી એક પસંદ કરવાનું હોય તો ટ્રમ્પ માટે મોદીનું નામ સૌથી ઉપર હશે’, અમેરિકન રાજદૂતનો મોટો દાવો

વિશ્વ / '35 નેતાઓમાંથી એક પસંદ કરવાનું હોય તો ટ્રમ્પ માટે મોદીનું નામ સૌથી ઉપર હશે’, અમેરિકન રાજદૂતનો મોટો દાવો

Published By: Nirav Kumar

Last Updated: 07:56 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે કહ્યું કે, ટ્રમ્પની 35 નેતાઓની યાદીમાં પીએમ મોદી સૌથી ઉપર હશે અને ભારત-અમેરિકા સંબંધો વેપાર, સંરક્ષણ તથા ક્વાડમાં સતત મજબૂત થઈ રહ્યા છે.

ADVERTISEMENT

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારતના એક ખાનગી મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ઇન્ડિયા-અમેરિકા સંબંધોને લઈને મહત્વની વાતો કહી છે. જેમાં તેમને કહ્યું કે જો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિશ્વના 35 નેતાઓમાંથી કોઈ એકને મળવાનું પસંદ કરવાનું કહેવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ તેમની યાદીમાં સૌથી ઉપર હશે.

જેમાં ગોરે જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ હવે ઘણા વધુ મજબૂત બન્યા છે. જેમાં વેપાર, ટેક્નોલોજી, ફાર્મા, સ્પેસ, ડીફેન્સ અને લશ્કરી અભ્યાસ સહિત લગભગ દરેક ક્ષેત્રમાં સહકાર વધી રહ્યો છે.

તેમને દિલ્હીમાં થયેલી ક્વાડ શેર્પા બેઠકને ખુબ મહત્વની ગણાવી. જેમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિઓએ આગામી ગોલ અને પ્રાયોરીટી પર ચર્ચા કરી હતી. ક્વાડના સભ્ય દેશો એકબીજા પર વિશ્વાસ રાખે છે. આગામી મંત્રીસ્તરીય બેઠક ઓક્ટોબરમાં સિડનીમાં થશે અને વર્ષના અંતે નેતાઓનું શિખર સંમેલન પણ થઈ શકે છે.

આ અમેરિકન રાજદૂતે કહ્યું કે, ભારતે હવે ઊંચા સ્તરની બેઠકોની આદત પાડી લેવી જોઈએ. અમેરિકી વિદેશમંત્રી માર્કો રુબિયો ઓક્ટોબરમાં ફરી ભારત આવશે. આવનારા મહિનાઓમાં અમેરિકાના બીજા કેબિનેટ અધિકારીઓ અને લગભગ ત્રણ રાજ્યોના ગવર્નરો પણ ભારતની મુલાકાત લેશે.

ભારતની આર્થિક સ્થિરતા માટે તેમને પ્રધાનમંત્રી મોદીને શ્રેય આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે પીએમ મોદી એવી સ્થિરતા લાવે છે જે વિશ્વના બીજા ભાગોમાં જોવા મળતી નથી. 12 વર્ષ સુધી એક જીવંત લોકશાહીમાં પ્રધાનમંત્રી રહેવું મોટી સિદ્ધિ છે.

બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર હાલ આશરે 240 અબજ ડોલર છે અને તેને 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ડીફેન્સ ક્ષેત્રમાં અમેરિકા ભારત પર વિશ્વાસ રાખે છે. જેવલિન મિસાઈલના કો પ્રોડકશન અને અપાચે હેલિકોપ્ટર સહિતની યોજનાઓ ચાલી રહી છે. ભારત અમેરિકા સાથે બીજા કોઈપણ દેશ કરતાં વધુ લશ્કરી અભ્યાસ કરે છે.

ટ્રેડ એગ્રીમેન્ટ અંગે તેમને કહ્યું કે, વાતચીત આગળ વધી રહી છે અને આગામી અમુક અઠવાડિયા કે મહિનાઓમાં તે અંતિમ રૂપ લઈ શકે છે. જેમાં ડિસેમ્બરમાં ફ્લોરિડામાં થનારા G-20 સમિટમાં પીએમ મોદીની સંભવિત મુલાકાતને લઈને પણ ઉત્સાહ છે. જેમાં ટ્રમ્પ મોદીને મિત્ર માને છે તેથી આ મુલાકાત માત્ર સમિટ સુધી મર્યાદિત નહીં રહે.

વધુ વાંચો : સફેદ નંબર પ્લેટવાળા બાઈક-સ્કૂટરથી થશે કમાણી! નીતિન ગડકરીની તમામ રાજ્યોને મોટી અપીલ!

જેમાં રાજદૂતે ભારપૂર્વક કહ્યું કે, સંબંધોની દિશા આંકડા બતાવે છે કે, વેપાર વધી રહ્યો છે, ડીફેન્સ પરચેઝ વધી રહી છે અને મીલીટરી એકસરસાઈઝની સંખ્યા પણ વધી રહી છે. જેમાં તેમને એમ પણ કહ્યું કે, ટ્રમ્પને ભારતની મુલાકાતની સારી યાદો છે અને તેઓ ફરી આવવા ઉત્સાહિત છે પણ હાલ કોઈ ઓફીશીયલ જાહેરાત નથી કરી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi US Ambassador Sergio Gore

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ