ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આણંદમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાના રેકેટનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ કરવામાં આવી
Last Updated: 07:31 PM, 4 September 2026
ADVERTISEMENT
આણંદ LCBનો મોટો ખુલાસો. અસલી બોટલ, નકલી દારૂ!બ્રાન્ડેડ બોટલ અને સ્ટીકરની આડમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાના રેકેટનો આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.બોરસદ તાલુકાના દહેવાણ નજીક જાકરીયાપુરા વિસ્તારમાં હરમતસિંહ ઉદેસિંહ પરમારની કબજાની જગ્યાએથી નકલી દારૂ બનાવવાનો સામાન મળી આવ્યો હતો.
ADVERTISEMENT

પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો
ADVERTISEMENT
પોલીસે સ્થળ પરથી ૫૭૫ લીટર આલ્કોહોલિક સ્પિરિટ, ૧૫૧૪ ખાલી કાચની બોટલો, ૨૧ ક્વાર્ટર ભરેલા બનાવટી મેકડોવેલ્સ નંબર-૧ના બોટલ, ૩ સ્ટીકર રોલ, ૬૪ ઢાંકણ અને મોબાઈલ સહિત કુલ રૂ.૧,૩૯,૪૬૮નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચોઃ પ્રેમજાળમાં ફસાવી મહિલા કોન્સ્ટેબલ પાસેથી 17 લાખ પડાવ્યા, ધર્માંતરણનું દબાણ કર્યું, ફરિયાદ નોંધાઇ
ADVERTISEMENT
ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી
આ મામલે ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.હરમતસિંહ ઉદેસિંહ પરમાર, રહે. દહેવાણ-જાકરીયાપુરા,અરવિંદભાઈ ઉર્ફે ભગો ભારતસિંહ પરમાર, રહે. વક્તાપુરા ફાર્મ, અનગઢ, વડોદરાઅને દિનેશ મોહનલાલ ખટીક, રહે. નિલોદા, આકોલા, ચિત્તોડગઢ રાજસ્થાન—આ ત્રણેયના નામ સામે આવ્યા છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ મેકડોવેલ્સ નંબર-૧ના નામે સ્ટીકર અને પ્રિન્ટેડ બુચનો ઉપયોગ કરી સ્પિરિટ, કલર અને કેમિકલની ભેળસેળથી નકલી દારૂ તૈયાર કરતા હતા.સમગ્ર મામલે વીરસદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ તપાસ LCB આણંદ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.