ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મજબૂરીનો લાભ ઉઠાવ્યો નરાધમોએ, નોકરીનું સપનું દેખાડી અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને પછી...
Last Updated: 04:54 PM, 4 September 2026
ADVERTISEMENT
વડોદરા જિલ્લાની મહિલાને નોકરી અપાવવાની લાલચ આપી ઓડ ચોકડી બોલાવવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.ફરિયાદ મુજબ, મહિલાને બાઈક પર બેસાડી કેનાલ નજીકની એક ઓરડીમાં લઈ જવાઈ. જ્યાં તેની સાથે મારઝૂડ કરી જબરદસ્તી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં. મહિલાના ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી અપાઈ હોવાનો પણ ગંભીર આરોપ છે. સમગ્ર મામલે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે CCTV સહિતના પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી અને એક આરોપીને ઝડપી પાડ્યો છે.
ADVERTISEMENT
ઓળખાણથી ઘટનાની શરૂઆત
કહેવામાં આવે છે કે અજાણ્યા વ્યક્તિ પર મૂકેલો વિશ્વાસ ક્યારેક ભારે પડી શકે છે. વડોદરા જિલ્લાની મહિલા ડાકોર મંદિરે દર્શન કરવા ગઈ હતી. આ દરમિયાન પરેશ ચાવડા સાથે નોકરી બાબતે વાતચીત થતાં બંને વચ્ચે ઓળખાણ થઈ હતી.ફરિયાદ મુજબ, આ ઓળખાણનો લાભ લઈ મહિલાને નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી.
ADVERTISEMENT

નોકરીની લાલચથી ઓડ બોલાવાઈ
ADVERTISEMENT
બીજા દિવસે ફોન આવ્યો.નોકરીનું કામ પાકું કરાવવાનું કહી મહિલાને ઓડ ચોકડી ખાતે બોલાવવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે. મહિલા ઓડ ચોકડી પહોંચી... અને અહીંથી શરૂ થયો એવો ઘટનાક્રમ, જેણે સમગ્ર મામલાને ગંભીર ગુનાના આક્ષેપ સુધી પહોંચાડી દીધો.

ADVERTISEMENT
એકાંત સ્થળે લઈ જવાનો આક્ષેપ
ફરિયાદ મુજબ, ઓડ ચોકડીથી મહિલાને બાઈક પર બેસાડવામાં આવી. બાઈક કેનાલ તરફ આગળ વધી.અને મહિલાને કેનાલ નજીક આવેલી એક ઓરડીમાં લઈ જવાઈ હોવાનો આક્ષેપ છે. આ એકાંત સ્થળે મહિલાને મારઝૂડ કરવામાં આવી અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ફોટા-વીડિયો બનાવી ધમકી
આ ઘટનામાં સૌથી ગંભીર આક્ષેપ છે. ફરિયાદ મુજબ, આરોપીએ મહિલાના ફોટા અને વીડિયો પણ બનાવ્યા હતા.અને જો આ ઘટના અંગે કોઈને જાણ કરવામાં આવશે તો ફોટા-વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. અર્થાત્... માત્ર કથિત ગુનો જ નહીં, પરંતુ મહિલાને ડરાવી-ધમકાવી ચૂપ રાખવાનો પણ પ્રયાસ થયો હોવાની ફરિયાદમાં વાત સામે આવી છે.
ADVERTISEMENT

જયેશ બ્રહ્મભટ્ટ DYSP ઉમરેઠ
પરિવારને જાણ બાદ પોલીસ ફરિયાદ
ઘટના બાદ મહિલા ભારે આઘાતમાં હતી.પરંતુ આખરે તેણે હિંમત કરી અને સમગ્ર હકીકત પરિવારજનોને જણાવી.પરિવારને જાણ થતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો અને ખંભોળજ પોલીસ મથકે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ.
પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ
ફરિયાદ મળતાની સાથે જ ખંભોળજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજ સહિતના પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા.પોલીસ તપાસ દરમિયાન પરેશ ગોરધનભાઈ ચાવડા, રહે. શીલી-દેવરામપુરાની અટકાયત કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.