ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / પોતાને જ શ્રીકૃષ્ણ ગણાવતા, નકલી શંખ-ચક્ર સાથે કાન્હાને યુદ્ધ માટે લલકાર્યા, જાણો કોણ હતા‘નકલી કૃષ્ણ’?
7 ફોટો ગેલેરી
Last Updated: 04:22 PM, 4 September 2026
1/7
ભગવાન શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. દ્વાપર યુગમાં વાસુદેવ અને દેવકીના પુત્ર તરીકે જન્મેલા કૃષ્ણ તેમની બુદ્ધિ, પરાક્રમ અને દિવ્ય શક્તિઓ માટે જાણીતા હતા. તેમની પાસે સુદર્શન ચક્ર, કૌસ્તુભ મણિ અને પાંચજન્ય શંખ જેવા દિવ્ય શસ્ત્રો અને આભૂષણો હતા. પરંતુ શું તમે જાણો છો કે મહાભારતના યુગમાં એક એવો રાજા હતો જેણે પોતાને સાચા કૃષ્ણ હોવાનો દાવો કર્યો હતો? તેણે શ્રીકૃષ્ણનું રૂપ ધારણ કર્યું હતું અને તેમને યુદ્ધ માટે પડકાર પણ આપ્યો હતો. આવો જાણીએ કે આ નકલી કૃષ્ણ કોણ હતો અને તેનો અંત કેવી રીતે આવ્યો.
2/7
પૌરાણિક કથાઓ અનુસાર, પૌંડ્રક નામનો એક રાજા હતો જેણે ભગવાન શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ હોવાનો દાવો કર્યો હતો. કહેવાય છે કે તેના પિતાનું નામ પણ વાસુદેવ હતું. આ હકીકતને આગળ ધરીને, પૌન્ડ્રકે પોતાની જાતને વાસુદેવ અને સાચા કૃષ્ણ તરીકે રજૂ કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, તેની આસપાસના કેટલાક ખુશામતખોરોએ આ ભ્રમને વધુ વેગ આપ્યો. તેઓ સતત તેને એવું માનવા માટે પ્રેરતા રહ્યા કે તે પોતે જ સાચા વાસુદેવ છે અને કૃષ્ણ તો માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટે તેનું રૂપ ધારણ કરીને ફરી રહ્યા છે.
ADVERTISEMENT
3/7
પોતાને સાચા કૃષ્ણ સાબિત કરવા માટે, પૌંડ્રકે શ્રી કૃષ્ણ જેવો જ વેશ ધારણ કરવાનું શરૂ કર્યું. તેણે મોરપંખ અને પીળા વસ્ત્રો (પીતાંબર) ધારણ કર્યા તથા કૃષ્ણનાં દિવ્ય ચિહ્નો જેવાં જ દેખાતી વસ્તુઓ પોતાની પાસે રાખી. લોકવાયકા મુજબ, તેણે સુદર્શન ચક્ર અને કૌસ્તુભ મણિની પ્રતિકૃતિઓ પણ તૈયાર કરાવી હતી. તેણે પોતાના રાજ્ય અને આસપાસના વિસ્તારોમાં એવી ઘોષણા કરી કે તે જ સાચા કૃષ્ણ છે, અને આમ કરીને તેણે લોકોમાં પોતાની ઓળખ અંગે ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કર્યો.
4/7
કહેવાય છે કે એક સમયે પૌંડ્રકનો અહંકાર એટલો વધી ગયો કે તેણે ભગવાન શ્રીકૃષ્ણને એક સંદેશો મોકલ્યો. તેણે પોતાને સાચા વાસુદેવ ગણાવીને શ્રીકૃષ્ણ પાસે તે ઓળખ ધારણ કરવાનું બંધ કરવાની માંગ કરી. પૌંડ્રકે શ્રીકૃષ્ણને પડકાર ફેંક્યો કે તેઓ કાં તો પોતાની દિવ્ય પ્રતીકો અને ઓળખનો ત્યાગ કરે અથવા તેની સાથે યુદ્ધ કરે. જ્યારે પૌંડ્રકેનો સંદેશો શ્રીકૃષ્ણ સુધી પહોંચ્યો, ત્યારે તેમણે તે પડકાર સ્વીકારી લીધો.
ADVERTISEMENT
5/7
જ્યારે યુદ્ધભૂમિ પર ભગવાન શ્રીકૃષ્ણ અને પૌંડ્રક સામસામે આવ્યા, ત્યારે પૌંડ્રકે શ્રીકૃષ્ણ જેવું જ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેણે મોરપિચ્છ, પીતાંબર અને અન્ય લાક્ષણિક ચિહ્નો અપનાવીને શ્રીકૃષ્ણ જેવું દેખાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, માત્ર વેશભૂષા બદલવાથી કોઈ વ્યક્તિ વાસ્તવમાં બીજી વ્યક્તિ જેવી બની શકતી નથી. યુદ્ધ દરમિયાન પૌંડ્રકના અનુકરણ અને શ્રીકૃષ્ણના દિવ્યત્વ વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે દેખાઇ આવ્યો.
6/7
પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે યુદ્ધ દરમિયાન પોતાના સુદર્શન ચક્રનો ઉપયોગ કરીને પૌંડ્રકનો વધ કર્યો હતો. આમ, સાચા કૃષ્ણ હોવાનો દાવો કરનાર પૌન્ડ્રકનો અંત આવ્યો. કથાઓમાં આગળ એવું પણ વર્ણન છે કે પૌંડ્રકના મૃત્યુ બાદ કાશીના રાજાએ જે પૌંડ્રકે નો મિત્ર અને સહયોગી હતો, શ્રીકૃષ્ણ સામે યુદ્ધ કરવાનું પસંદ કર્યું, જોકે, અંતે તેમને પણ પરાજયનો સામનો કરવો પડ્યો.
ADVERTISEMENT
7/7
પૌંડ્રક અને શ્રીકૃષ્ણની આ કથા અહંકાર અને ભ્રમના પરિણામો દર્શાવે છે. સતત અન્યોનું અનુકરણ કરવાને કારણે પૌંડ્રક પોતાની સાચી ઓળખથી વિમુખ થઈ ગયો, જ્યારે તેની આસપાસના ખુશામતખોરોએ તેના અહંકારને વધાર્યો. આ કથામાંથી એ બોધ મળે છે કે અન્યોની નકલ કરવાને બદલે વ્યક્તિએ પોતાના ગુણો અને ક્ષમતાઓને ઓળખીને પ્રગતિ કરવી જોઈએ, કારણ કે ખોટા અભિમાન અને દેખાડા પર રચાયેલી ઓળખ કાયમ ટકી શકતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ