ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Free Wi-Fiના ચક્કરમાં બેંકિંગ ડિટેલ્સ જોખમમાં ન મૂકો, કનેક્ટ કરતા પહેલાં આ સાયબર ખતરો જરૂર જાણી લો!

photo-story

4 ફોટો ગેલેરી

Tech / Free Wi-Fiના ચક્કરમાં બેંકિંગ ડિટેલ્સ જોખમમાં ન મૂકો, કનેક્ટ કરતા પહેલાં આ સાયબર ખતરો જરૂર જાણી લો!

Last Updated: 05:50 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આજના ડિજિટલ યુગમાં મેટ્રો સ્ટેશન, એરપોર્ટ, કાફે, હોટેલ્સ અને શોપિંગ મોલ જેવા જાહેર સ્થળો પર મફત (Free) Wi-Fi મળવું ખૂબ સામાન્ય બની ગયું છે.

1/4

photoStories-logo

1. ફેક Wi-Fi નેટવર્કનો સૌથી મોટો ખતરો:

આજના ડિજિટલ યુગમાં મેટ્રો સ્ટેશન, એરપોર્ટ, કાફે, હોટેલ્સ અને શોપિંગ મોલ જેવા જાહેર સ્થળો પર મફત (Free) Wi-Fi મળવું ખૂબ સામાન્ય બની ગયું છે. લોકો પણ મોબાઈલ ડેટા બચાવવાની લાલચમાં વગર વિચાર્યે પોતાનો ફોન આ નેટવર્ક સાથે કનેક્ટ કરી લે છે. જોકે, દરેક ફ્રી Wi-Fi ખતરનાક નથી હોતું, પરંતુ કોઈપણ અજાણ્યા નેટવર્કને ચકાસ્યા વિના ઉપયોગ કરવો તમારી ઓનલાઈન સુરક્ષા, બેંકિંગ વિગતો અને અંગત ડેટા માટે મોટો ખતરો ઊભો કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. આજના ડિજિટલ યુગમાં મેટ્રો સ્ટેશન

જાહેર સ્થળોએ સક્રિય સાયબર અપરાધીઓ (હેકર્સ) ઘણીવાર કોઈ લોકપ્રિય કાફે કે એરપોર્ટના અસલી Wi-Fi નામ જેવા જ મળતા-આવતા નામનું બોગસ (Fake) નેટવર્ક બનાવી લે છે. યુઝર્સ સાચા-ખોટાનો તફાવત સમજ્યા વગર કનેક્ટ થઈ જાય છે અને તેમની ગોપનીય માહિતી લીક થઈ જાય છે. તેથી, કોઈપણ જાહેર સ્થળે Wi-Fi વાપરતા પહેલાં ત્યાંના સ્ટાફ પાસે સાચું નેટવર્ક નામ જાણી લેવું હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. HTTPS હોવા છતાં સાવધાની જરૂરી:

મોટાભાગની વેબસાઈટ્સ HTTPS એન્ક્રિપ્શન ધરાવે છે, પરંતુ નેટવર્કની સુરક્ષા અને વેબસાઈટની સુરક્ષા બંને અલગ બાબતો છે. જો ફ્રી Wi-Fi વાપરતી વખતે કોઈ પોપ-અપ કે વેબસાઈટ અચાનક તમારી પાસે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ કે બેંકિંગ વિગતો માંગે તો તરત જ સાવધ થઈ જવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. જાહેર Wi-Fi પર સુરક્ષિત રહેવા માટે આટલું ખાસ કરો:

ફ્રી નેટવર્ક પર ઓનલાઈન બેંકિંગ, UPI પેમેન્ટ કે સંવેદનશીલ એકાઉન્ટમાં લોગિન કરવાનું ટાળવું જોઈએ. Auto-Connect બંધ રાખો: ફોનમાં Wi-Fi નું 'ઓટો-કનેક્ટ' ફીચર હંમેશાં બંધ રાખવું, જેથી ફોન અજાણ્યા નેટવર્ક સાથે આપમેળે કનેક્ટ ન થાય. સ્માર્ટફોનનું ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્સ સમયસર અપડેટ કરતા રહો અને ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન (2FA) ચાલુ રાખો. કામ પતે એટલે Disconnect કરો: ઉપયોગ પૂરો થયા પછી Wi-Fi ને ડિસ્કનેક્ટ કરો અને ફોનની 'Saved Networks' ની યાદીમાંથી તેને 'Forget' કરી દો. અંગત કે નાણાકીય કામકાજ કરતી વખતે જાહેર Wi-Fi ને બદલે પોતાના મોબાઈલ ડેટા અથવા પર્સનલ હોટસ્પોટનો ઉપયોગ કરવો સૌથી વધુ સુરક્ષિત વિકલ્પ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

OnlineSafety CyberSecurity FreeWiFi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ