ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 30 સપ્ટેમ્બર સુધી Maruti Alto K10 પર ₹62,500 સુધીનો ફાયદો, 24.39 kmpl માઈલેજ સાથે પેટ્રોલ-CNG ઓપ્શન!
5 ફોટો ગેલેરી
Last Updated: 06:36 PM, 5 September 2026
1/5
2/5
સૌથી વધુ ફાયદો અલ્ટો K10ના પેટ્રોલ MT LXI વેરિયન્ટ પર મળી રહ્યો છે. તેમાં કન્ઝ્યુમર ઓફર, સ્પોટ બેનિફિટ, RIPS, PCM બોનસ, એક્સચેન્જ કે સ્ક્રેપેજ બોનસ અને અન્ય ઇન્સ્ટિટ્યુશનલ તથા રૂરલ ઓફર્સનો સમાવેશ થાય છે. સ્ટાન્ડર્ડ અને CNG વેરિયન્ટ પર આશરે 37,500 રૂપિયા સુધીનો લાભ મળે છે જ્યારે બીજી પેટ્રોલ વેરિયન્ટ્સ પર 42,500 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. ઓફર વેરિયન્ટ અને ડીલર મુજબ અલગ-અલગ હોઈ શકે છે.
ADVERTISEMENT
3/5
અલ્ટો K10 નાની કાર હોવા છતાં તેનું ડિઝાઇન આધુનિક છે. તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવે છે, જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સપોર્ટ કરે છે. પાવર વિન્ડો અને સારું ડેશબોર્ડ લેઆઉટ પણ મળે છે. એન્જિનની વાત કરીએ તો તેમાં નેક્સ્ટ-જેન K-સિરીઝ 1.0 લિટર પેટ્રોલ એન્જિન છે. મેન્યુઅલ કે ઓટોમેટિક AGS ગિયરબોક્સની પસંદગી કરી શકાય છે. માઇલેજ પેટ્રોલ વર્ઝનમાં આશરે 24.39 કિમી/લિટર અને CNGમાં આશરે 33.85 કિમી/કિલો સુધી જાય છે.
4/5
સેફ્ટીની બાબતે પણ જરૂરી ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં ડ્યુઅલ એરબેગ્સ, ABS સાથે EBD, રિયર પાર્કિંગ સેન્સર અને ચાઇલ્ડ લોક જેવી સુવિધાઓ મળે છે. કિંમતની વાત કરીએ તો આલ્ટો K10ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત આશરે 3.70 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલ આશરે 5.45 લાખ રૂપિયા સુધી જાય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ