ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બંગાળની ખાડીમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય, રાજ્યમાં તહેવારો બાદ હવે જામશે વરસાદી માહોલ .

photo-story

5 ફોટો ગેલેરી

ગુજરાત / બંગાળની ખાડીમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય, રાજ્યમાં તહેવારો બાદ હવે જામશે વરસાદી માહોલ .

Last Updated: 11:31 AM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવા છતાં હાલમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી નથી. હવામાન વિભાગે 4થી 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, 10 સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં નવી મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સારા વરસાદનો રાઉન્ડ આવી શકે છે.

1/5

photoStories-logo

1. 4થી 10 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

રાજ્યમાં હાલ મોન્સુન ટ્રફ, ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ ત્રણ સિસ્ટમ સક્રિય છે. તેમ છતાં 4થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હાલ મોન્સુન ટ્રફ, ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાનું જણાવ્યું હતું. સાથે જ 10 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારા વરસાદ એટલે કે ભારે વરસાદની સંભાવના નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 10 સપ્ટેમ્બર આસપાસ નવી સિસ્ટમ બનવાની શક્યતા

આ દરમિયાન અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 10 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત હવામાન સિસ્ટમ બની શકે છે. આ સિસ્ટમ 12થી 13 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે. જો આ સિસ્ટમ ધાર્યા પ્રમાણે ગુજરાત તરફ આગળ વધશે તો તેની અસરથી 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અંબાલાલ પટેલની આગાહી

આ સમયગાળા દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. બીજા સપ્તાહમાં સારો અને ભારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે ત્રીજા સપ્તાહમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 5 અને 6 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ

આગાહી મુજબ હાલ સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ બે ભાગમાં વહેંચાઇ શકે છે. તેનો એક ભાગ દક્ષિણ ગુજરાત તરફ નીચે સરકશે, જ્યારે બીજો ભાગ ત્યાંથી વિખેરાઇને શનિવાર સુધીમાં દીવ પાસે નાનકડું સર્ક્યુલેશન બનાવે તેવી શક્યતા છે. આ સિસ્ટમ ઉત્તર ગુજરાત થઈને રાજસ્થાન જશે તેવું અગાઉ માનવામાં આવતું હતું, પરંતુ નવા ટ્રેક પ્રમાણે હવે તેનો સૌથી વધુ લાભ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને મળી શકે છે. ઉત્તર ગુજરાતને આ સિસ્ટમથી ઓછો લાભ થવાની શક્યતા છે. અરબ સાગરમાંથી ભેજ ખેંચતી આ સિસ્ટમને સૂકા પવનો તોડી રહ્યા હોવાથી મધ્યપ્રદેશ પહોંચતા જ તે નબળી પડીને ખતમ થઈ શકે છે. જેના કારણે 5 અને 6 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માત્ર 1થી 2 ઈંચ જેટલો વરસાદ થવાની અપેક્ષા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદની કોઈ સંભાવના નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. 9 સપ્ટેમ્બરે નવી મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા

હાલ ભારે વરસાદની સ્થિતિ ન હોવા છતાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આગળના દિવસો મહત્વના બની શકે છે. જયપ્રકાશ માઢકની આગાહી મુજબ 9 સપ્ટેમ્બરે એક નવી મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરથી 13થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડી શકે છે. આમ, હાલમાં ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ નથી અને 9 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું એલર્ટ પણ નથી. પરંતુ 9થી 10 સપ્ટેમ્બર આસપાસ બનનારી સંભવિત નવી સિસ્ટમ અને ત્યારબાદ 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન આવનારો વરસાદનો રાઉન્ડ ગુજરાત માટે મહત્વનો બની શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલગ-અલગ પ્રમાણમાં વરસાદની અસર જોવા મળી શકે છે. વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ આગાહી આશા જગાવનારી બની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

September Rain Gujarat Weather Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ