ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલાના નામે 7 લાખની લોન! બોગસ દસ્તાવેજો બનાવી બેંકને જ લગાવ્યો ચૂનો

કાર્યવાહી / 20 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી મહિલાના નામે 7 લાખની લોન! બોગસ દસ્તાવેજો બનાવી બેંકને જ લગાવ્યો ચૂનો

Published By: Vishal Khamar
Reported By: Vishal Parekh

Last Updated: 10:28 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લુણાવાડામાં મૃત્યુ પામેલી મહિલાના નામે ખોટા દસ્તાવેજો અને નકલી સહી-સિક્કા બનાવી ₹7 લાખની લોન મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

બેંકમાં જઈ પોતાના કે પોતાના સ્વજનના નમે કોઈ લોન તો નથી બોલતી તપાસ કરાવવી જરૂરી છે કેમકે ખોટા પુરાવા ઊભા કરી ક્યાંક તમારા કે તમારા સ્વજનના નામે લોન ચાલુ ના હોય અમે એટલા માટે આવું કહી રહ્યા છીએ કેમ કે લુણાવાડા ટાઉન પોલીસની મોટી સફળતા મળી છે. જેમાં એક મૃતક મહિલાના નામે બોગસ દસ્તાવેજો ઊભા કરી 7 લાખની લોન પચાવી પાડતી ભેજાબાજ ટોળકી ઝડપાઈ છે અને 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

કેનેરા બેંકમાંથી લાખો રૂપિયાની લોન પચાવી પાડવામાં આવી

મહીસાગર જિલ્લાના લુણાવાડામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં 20 વર્ષ અગાઉ મૃત્યુ પામેલી મહિલાના નામે ખોટું પેઢીનામું અને બોગસ દસ્તાવેજો બનાવી કેનેરા બેંકમાંથી લાખો રૂપિયાની લોન પચાવી પાડવામાં આવી હતી. લુણાવાડા ટાઉન પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવીના આધારે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરી સાત શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે..

અઢી મહિના પહેલાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

મૃતક મહિલાના નામે 7 લાખની લોન થઈ ગઈ અને એ પણ 20 વર્ષ અગાઉ મરણ પામેલ કેસરબેન માલીવાડના નામે તેમના સબંધી જણાવે છે કે જ્યારે બેન્ક વાળા ઘરે ઉઘરાણી કરવા આવ્યા ત્યારે અમને ખબર પડી કે કેસરબેન જેઓ મરણ ગયેલ છે તેમના નામે લોન કરવામાં આવી છે લુણાવાડાની કેનેરા બેંકમાં કૃષિ ધિરાણ કરવામાં આવ્યું અને એ પણ એક બે લાખનું નહીં પરંતુ 7 લાખનું મહીસાગર જિલ્લાના લુણાવાડા ટાઉન પોલીસ મથક વિસ્તારમાં આવેલી કેનેરા બેંકમાં અઢી મહિના પહેલાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી.

અંદાજે 20 વર્ષ અગાઉ મૃત્યુ પામેલા મહિલા કેશરબેન માલીવાડના નામને મળતા નામવાળી કેશરબેન પગી નામની મહિલાને બેંકમાં રજૂ કરવામાં આવી હતી. તલાટી કમ મંત્રીના નકલી સહી-સિક્કા સાથેનું બોગસ પેઢીનામું અને ખોટા ઓળખના પુરાવા તૈયાર કરી, મહિલાના અંગૂઠાનું નિશાન કરાવી બેંકમાંથી પૂરા સાત લાખ રૂપિયાની લોન મંજૂર કરાવી ઉપાડી લેવાઈ હતી. આ મામલે લુણાવાડા ટાઉન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે સીસીટીવીના આધારે કૌભાંડનો પર્દાફાશ કર્યો

પોલીસની ટીમે બેંકના સીસીટીવી ફૂટેજ, દસ્તાવેજી પુરાવા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે વચેટીયા એજન્ટોની ગતિવિધિઓ પર નજર રાખી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આરોપીઓએ ગુનાની કબૂલાત કરી લીધી હતી.

આ કૌભાંડમાં સંડોવાયેલા ઝડપાયેલા ૭ આરોપીઓ

  • નાનાભાઈ ધુળાભાઈ બારીયા (રહે. રતેડા ફળિયું, નવાગામ, તા. લુણાવાડા)
  • કીરીટભાઈ કાળુભાઈ માછી (રહે. માછી ફળિયું, રાજગઢ, તા. લુણાવાડા)
  • હરીશભાઈ રૂપાભાઈ પાદરીયા (રહે. શીરો ફળિયું, શિયાલ, તા. કડાણા)
  • ખેમાભાઈ જેસીંગભાઈ પાદરીયા (રહે. નિશાળ ફળિયું, શિયાલ, તા. કડાણા)
  • કાળુભાઈ નાથાભાઈ પટેલીયા (રહે. માંજરા, મલેકપુર, તા. લુણાવાડા)
  • પર્વતભાઈ લાલાભાઈ પટેલીયા (રહે. માંજરા, મલેકપુર, તા. લુણાવાડા)
  • જયમલકુમાર ભુપતસિંહ માલીવાડ (રહે. તાતરોલી, તા. કડાણા) ના સમાવેશ થાય છે

કમલેશ વસાવા (ડીવાયએસપી લુણાવાડા)

પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

જેમાં ચોંકાવનારી બાબત એ છે કે જે જયમલ કુમાર માલીવાડ છે તેઓ એન્જિનિયરિંગ કરે છે અને તેમના ઘરે થી પોલીસને જુદા જુદા ગ્રામ પંચાયત તેમજ તલાટીઓના સિક્કાઓ સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. પોલીસે ઝડપાયેલા તમામ સાતેય આરોપીઓની અટકાયત કરી ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કોર્ટમાં રજૂ કર્યા છે. કાયદાકીય કલમોનો ઉમેરો કરીને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. આ કૌભાંડમાં બેંકના અન્ય કોઈ કર્મચારી કે તંત્રના કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, તેમજ આ ટોળકીએ અગાઉ આવી અન્ય કોઈ બેંકમાં છેતરપિંડી આચરી છે કે નહીં તે દિશામાં લુણાવાડા ટાઉન પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ભાવનગરનો ચોંકાવનારો કિસ્સો, ફૈઝલે ST બસ સ્ટેન્ડ પર જાહેરમાં જ કાજલને પતાવી દીધી, લોકો જોતા રહ્યા

એક સામાન્ય માણસ જ્યારે બેન્કમાં લોન લેવા જાય છે તો તેની પાસે જાણે અપરાધી હોય તેમ કડક પૂછપરછ અને કાગળિયા માંગવામાં આવે છે જ્યારે બેન્ક ના એજન્ટો જેતે બેંક કર્મચારી સાથે મળી મૃતકના નામે પણ લોન કરી જાય છે આ બાબતે પોલીસે પણ તપાસ કરવી જોઈએ કે આવી કેટલી લોન થઈ છે અને આમ બેંક કર્મચારી છે કે કેમ કારણ કે આખરી સત્તાતો બેન્ક પાસે હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canara Bank Loan Scam ₹7 Lakh Loan Fraud Lunawada Bank Fraud

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ