ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 5 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 5 સપ્ટેમ્બરનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

Last Updated: 11:02 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

5 સપ્ટેમ્બરના અંક જ્યોતિષમાં મૂળાંક 1 અને ૩વાળા જાતકો માટે ખુશીઓ અને નવા અવસરોના યોગ છે. જેમાં બીજા મૂળાંક માટે પણ વર્ક, ધન અને પરિવારમાં મિશ્ર પરંતુ સકારાત્મક સંકેતો જોવા મળશે.

1/11

photoStories-logo

1. અંક જ્યોતિષ

5 સપ્ટેમ્બર 2026નો દિવસ અંક જ્યોતિષની દૃષ્ટિએ અમુક મૂળાંક માટે સારો રહેવાનો છે. જેમાં નોકરી-ધંધો, પૈસા, પરિવાર અને વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી બાબતોમાં અલગ-અલગ પ્રકારના સંકેતો મળી રહ્યા છે. તો ચાલો જાણીએ મૂળાંક 1થી 9 સુધીના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

તમારા માટે આજનો દિવસ ઉત્સાહ અને નવા મોકા લઈને આવી શકે છે. વર્ક પ્લેસમાં તમારી મહેનતની નોંધ લેવાશે અને કામની પ્રશંસા પણ મળી શકે છે. નવી જવાબદારી અથવા કોઈ સારો મોકો તમારી સામે આવી શકે છે. આજે આત્મવિશ્વાસ જાળવી રાખવો અને હકારાત્મક અભિગમ સાથે આગળ વધવું તમારા માટે ફાયદાકારક રહેશે. તમારો શુભ અંક 17 અને શુભ રંગ સોનેરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/11

photoStories-logo

3. મૂળાંક 2

તમારા માટે દિવસ દરમિયાન અમુક સારા મોકા મળી શકે છે. લાંબા સમયથી અટવાએલા કામોમાં ફરી ગતિ આવવાની શક્યતા છે. નવા લોકો સાથે સંપર્ક થશે જે ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે પ્રવાસના પણ યોગ બની રહ્યા છે. આવક સારી રહી શકે છે, પરંતુ તેની સાથે ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા હોવાથી બજેટનું ધ્યાન રાખવું જરૂરી રહેશે. તમારો શુભ અંક 9 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

તમારા માટે 5 સપ્ટેમ્બરનો દિવસ ખુશીઓથી ભરેલો રહી શકે છે. પરિવાર સાથે જોડાયેલા કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. વર્કપ્લેસમાં નવી જવાબદારી મળે તો તેને આત્મવિશ્વાસપૂર્વક સ્વીકારવી તમારા માટે સારી રહેશે. ખુશીઓ વચ્ચે વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેવાની શક્યતા છે. તમારો શુભ અંક 8 અને શુભ રંગ લીલો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/11

photoStories-logo

5. મૂળાંક 4

તમારા માટે આજે અચાનક આર્થિક લાભના સંકેતો છે. પરિવારનો સહયોગ મળવાથી મન શાંત રહેશે અને કોઈ ખાસ કામ માટે તમને પ્રશંસા કે પુરસ્કાર પણ મળી શકે છે. જોકે ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું. કામની સાથે આરામ માટે પણ સમય કાઢવો જરૂરી રહેશે. તમારો શુભ અંક 2 અને શુભ રંગ જાંબલી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

તમારા માટે આજનો દિવસ મહેનતનું સારું પરિણામ આપનારો બની શકે છે. નોકરી અને કરિયરના ક્ષેત્રમાં નવા મોકા મળવાની શક્યતા છે. કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત કે વાતચીત પણ થઈ શકે છે, જે તમારા માટે રસપ્રદ રહેશે. દિવસમાં કામની સાથે મોજ-મસ્તી અને મનોરંજન માટે પણ સમય મળી શકે છે. તમારો શુભ અંક 9 અને શુભ રંગ કેસરિયો રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/11

photoStories-logo

7. મૂળાંક 6

તમારા માટે આજે નવી યોજનાઓ પર કામ શરૂ કરવાનો દિવસ સારો રહી શકે છે. મહત્વપૂર્ણ કામની શરૂઆત કરવા માંગતા હોવ તો સમય અનુકૂળ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ દરમિયાન બિનજરૂરી ટેન્શનથી દૂર રહીને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જીવનસાથી સાથે કોઈ મુદ્દે મતભેદ કે તાલમેલ જાળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે, તેથી વાતચીતમાં સંયમ રાખવો. તમારો શુભ અંક 19 અને શુભ રંગ લાલ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

તમારા માટે આજે કોઈપણ કામમાં ઉતાવળ કરવાને બદલે યોગ્ય પ્લાનિંગ સાથે આગળ વધવું વધુ ફાયદાકારક રહેશે. નિર્ણય લેતા પહેલાં તમામ પાસાં પર વિચાર કરવો જરૂરી છે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ ખાસ બની શકે છે કેમ કે કોઈ સારી સંસ્થા તરફથી સારી નોકરીની ઓફર મળવાની શક્યતા છે. તમારો શુભ અંક 5 અને શુભ રંગ વાદળી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/11

photoStories-logo

9. મૂળાંક 8

તમારા માટે તેમની સમજદારી અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા આજે કામ આવી શકે છે. વર્કપ્લેસમાં અમુક લોકો તમારા કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે, તેથી સાવધાન રહેવું જરૂરી છે. કોઈપણ વિવાદમાં તરત પ્રતિક્રિયા આપવાને બદલે શાંતિથી પરિસ્થિતિને સમજશો તો પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. તમારો શુભ અંક 10 અને શુભ રંગ સફેદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

તમારા માટે આજનો દિવસ શુભ સંકેતો લઈને આવી શકે છે. બહેન કે દીકરીને કોઈ ભેટ આપવાથી સકારાત્મક પરિણામ મળવાની શક્યતા છે. અગાઉ કરેલા રોકાણમાંથી આર્થિક લાભ મળવાના યોગ પણ બની શકે છે. વર્કપ્લેસમાં તમારી મહેનત અને કામ કરવાની રીતની પ્રશંસા થશે જેના કારણે આત્મવિશ્વાસ વધશે. દિવસનો અંત પણ સકારાત્મક વિચારો અને સારી ઊર્જા સાથે થવાની શક્યતા છે. તમારો શુભ અંક 7 અને શુભ રંગ કથ્થાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/11

photoStories-logo

11. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

numerology root number Mulank
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ