ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / શ્રીકૃષ્ણની પીઠના દર્શનથી થાય છે પુણ્યનો નાશ, જન્માષ્ટમી પર જાણો પૌરાણિક રહસ્ય

photo-story

7 ફોટો ગેલેરી

જન્માષ્ટમી 2026 / શ્રીકૃષ્ણની પીઠના દર્શનથી થાય છે પુણ્યનો નાશ, જન્માષ્ટમી પર જાણો પૌરાણિક રહસ્ય

Last Updated: 10:51 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની પીઠના દર્શન ન કરવા જોઈએ કેમ કે તે પાપ વધારે અને પુણ્ય નષ્ટ કરે છે. આ માન્યતા કાલયવનની કથા પરથી આવી છે, જેમાં તેને ભગવાનની પીઠ જોઈને પોતાના પુણ્ય ગુમાવ્યા હતા.

1/7

photoStories-logo

1. જન્માષ્ટમી

જન્માષ્ટમીના તહેવાર પર લોકો શ્રદ્ધાથી શ્રીકૃષ્ણની પૂજા-અર્ચના કરે છે અને મંદિરોમાં દર્શન માટે ભીડ લાગે છે. પણ એક મહત્વની વાત યાદ રાખવી જોઈએ કે પૂજા કે દર્શન વખતે ક્યારેય ભગવાનની પીઠના દર્શન ન કરવા જોઈએ. એવી માન્યતા છે કે, શ્રીકૃષ્ણની પીઠ પર પાપનો વાસ હોય છે અને તે જોવાથી વ્યક્તિના પાપો વધી જાય છે. આ માન્યતા પાછળ કાલયવન, શ્રીકૃષ્ણ અને રાજા મુચુકુંદની એક પૌરાણિક કથા છે. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. કથા

પુરાણો મુજબ ભગવાન શ્રીકૃષ્ણનું યુદ્ધ જરાસંધ સાથે ચાલી રહ્યું હતું. તે વખતે જરાસંધનો સહયોગી કાલયવન પણ યુદ્ધ કરવા આવ્યો. કાલયવન એવો માયાવી અસુર હતો જેને વરદાન મળ્યું હતું કે યુદ્ધની ભૂમિમાં કોઈ તેને હરાવી ન શકે. તેથી શ્રીકૃષ્ણ તેની સામે યુદ્ધભૂમિ છોડીને ભાગી ગયા અને કાલયવન તેમની પાછળ દોડ્યો. આ ઘટનાને કારણે જ શ્રીકૃષ્ણને રણછોડ નામ મળ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કાલયવનની શક્તિ

શ્રીકૃષ્ણ કાલયવનની શક્તિ અને તેના પૂર્વજન્મના પુણ્યથી પરિચિત હતા. તેના પુણ્યનો પ્રભાવ એટલો મોટો હતો કે ભગવાન પણ તેનો અંત કરી શકતા નહોતા. કોઈ વ્યક્તિના પુણ્યનો પ્રભાવ સમાપ્ત થયા પહેલાં ભગવાન તેને દંડ આપતા નથી. આથી તેમને સીધો વધ કરવાને બદલે તેને બીજી દિશામાં લઈ જવાનો માર્ગ પસંદ કર્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બીજી દિશામાં લઈ ગયા

જ્યારે શ્રીકૃષ્ણ ભાગી રહ્યા હતા ત્યારે કાલયવન પાછળથી તેમની પીઠ જોતો રહ્યો. ધાર્મિક માન્યતા મુજબ ભગવાનની પીઠને અધર્મ સાથે જોડવામાં આવે છે અને તે જોવાથી પુણ્ય ઘટી જાય છે. કાલયવને આ ભૂલ કરી અને પોતાના બધા પુણ્ય નષ્ટ કરી દીધા. ત્યારબાદ શ્રીકૃષ્ણ એક ગુફામાં પહોંચ્યા જ્યાં રાજા મુચુકુંદ ગાઢ નિંદ્રામાં સૂતા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. મુચુકુંદના કારણે બળીને ભસ્મ

તેમને દેવરાજ ઇન્દ્ર પાસેથી વરદાન મળ્યું હતું કે જે કોઈ તેમને નિંદ્રામાંથી જગાડશે, તે તેમની દૃષ્ટિ પડતાં જ બળીને ભસ્મ થઈ જશે. શ્રીકૃષ્ણે ચુપચાપ પોતાનું એક વસ્ત્ર મુચુકુંદ પર નાખી દીધું. પાછળથી આવેલા કાલયવને તેને જ કૃષ્ણ સમજીને જગાડ્યો. આંખ ખુલતાં જ રાજાની નજર કાલયવન પર પડી અને તે ભસ્મ થઈ ગયો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. આથી નથી કરાતા પીઠના દર્શન

ઉલ્લેખનીય છે કે, આ કથાને કારણે આજે પણ લોકમાન્યતા છે કે ભક્તોએ ક્યારેય શ્રીકૃષ્ણની પીઠના દર્શન ન કરવા જોઈએ, નહીંતર પુણ્ય નષ્ટ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kalayavan destroys virtue Lord Krishna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ