ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:59 PM, 4 September 2026
ADVERTISEMENT
જો તમારી પાસે પણ સફેદ નંબર પ્લેટ ધરાવતી અંગત બાઇક કે સ્કૂટર છે, તો આગામી સમયમાં તેનાથી કમાણી કરવાનો રસ્તો ખુલી શકે છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના તમામ રાજ્યોને અપીલ કરી છે કે તેઓ પ્રાઇવેટ ટુ-વ્હીલર (સફેદ નંબર પ્લેટ) ને બાઇક ટેક્સી તરીકે ચલાવવાની સત્તાવાર મંજૂરી આપે. હાલમાં દેશના કેટલાક જ રાજ્યોમાં આ વ્યવસ્થા અમલી છે, પરંતુ જો તમામ રાજ્યો આ અંગે પરમિશન આપે તો કરોડો લોકોને નવી રોજગારી મળી શકે છે.
ADVERTISEMENT
એક કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલાં કેન્દ્ર સરકારે પ્રાઇવેટ વાહનોને ટેક્સી તરીકે વાપરવાની નીતિ પર કામ શરૂ કર્યું હતું, જેનાથી દેશભરમાં આશરે ૪ કરોડ લોકોને રોજગારીની તકો મળી છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં જાહેર પરિવહનની સુવિધા મર્યાદિત છે, ત્યાં બાઇક ટેક્સી સામાન્ય નાગરિકો માટે સસ્તો પ્રવાસ વિકલ્પ અને યુવાનો માટે કમાણીનું સાધન બની શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રીએ આ માટે તમામ રાજ્યોને અપીલ કરવી પડી છે, કારણ કે ભારતીય બંધારણની ૭મી અનુસૂચિ મુજબ 'મોટર વાહન કાયદો' (Motor Vehicles Act, 1988) એ સમવર્તી યાદી (Concurrent List) નો વિષય છે. આ યાદી હેઠળ આવતા વિષયો પર કેન્દ્ર અને રાજ્ય બંને સરકારો કાયદો બનાવી શકે છે, પરંતુ તેના અમલીકરણ અને વાહન વ્યવહારના નિયમો નક્કી કરવાની પ્રાથમિક જવાબદારી રાજ્ય સરકારોની રહે છે. તેથી કેન્દ્ર સરકાર સીધો આદેશ આપવાને બદલે રાજ્યોને આ દિશામાં સકારાત્મક પગલાં લેવા અનુરોધ કરી રહી છે.
આ પણ વાંચોઃ નેશનલ / ISROનો ‘નૉટી બોય’ 36 હજાર કિમી ઊંચાઈથી દુશ્મનોની હરકત પર રાખશે નજર
ADVERTISEMENT
જો રાજ્ય સરકારો આ અંગે લીલી ઝંડી આપે છે, તો સામાન્ય બાઇક કે સ્કૂટર ધરાવતા નાગરિકો પોતાની ગાડીને વિવિધ એગ્રીગેટર અને બાઇક ટેક્સી એપ પર રજિસ્ટર કરાવી શકશે. ત્યારબાદ તેઓ પાર્ટ-ટાઇમ કે ફૂલ-ટાઇમ રાઇડર તરીકે કામ કરીને પોતાની સફેદ નંબર પ્લેટવાળી બાઇકથી ઘર બેઠા સારી આવક મેળવી શકશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ