ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરનો ચોંકાવનારો કિસ્સો, ફૈઝલે ST બસ સ્ટેન્ડ પર જાહેરમાં જ કાજલને પતાવી દીધી, લોકો જોતા રહ્યા

કાર્યવાહી / ભાવનગરનો ચોંકાવનારો કિસ્સો, ફૈઝલે ST બસ સ્ટેન્ડ પર જાહેરમાં જ કાજલને પતાવી દીધી, લોકો જોતા રહ્યા

Published By: Vishal Khamar
Reported By: Kishan Baraiya

Last Updated: 08:24 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર બસ સ્ટેન્ડમાં યુવતીની હત્યા કેસમાં આરોપી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

‎ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં 3 સપ્ટેમ્બરે બપોરના સમયે ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીએ કાજલબેન બારૈયા પર ઢીકાપાટુનો માર માર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત કાજલબેનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને પગલે નીલમબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા

‎મળતી માહિતી પ્રમાણે, કાજલબેન અને ફૈઝલ છેલ્લા સાત વર્ષથી ફૂટપાથ પર રહેતા હતા અને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. 26 ઓગસ્ટની આસપાસ કાજલબેને જ ફૈઝલને જેલમાંથી છોડાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.દરમિયાન કાજલબેનના ફૈઝલના મિત્ર રવિ સાથે સંબંધ હોવાની શંકાને લઈ ફૈઝલે બંને સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ થયેલી મારામારીમાં કાજલબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચોઃ આણંદમાં નકલી ઈંગ્લીશ દારૂ બનાવવાના રેકેટનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ કરવામાં આવી

પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો

‎ઘટનાની જાણ થતાં નીલમબાગ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો પોલીસે ઈજાગ્રસ્ત પ્રત્યક્ષદર્શીની પૂછપરછ કરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. સિટી DYSPના જણાવ્યા મુજબ, આરોપી ફૈઝલને પોલીસે હસ્તગત કરી લીધો છે. મૃતકની માતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Faisal Lakhani Arrest Bhavnagar ST Bus Stand Murder Kajalben Baraiya Murder

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ