ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / પારૂલ યુનિ.એ પોલેન્ડના 24 આયુર્વેદ પ્રેક્ટિશનર્સ માટે આંતરરાષ્ટ્રીય પંચકર્મ અને આયુર્વેદ પ્રોગ્રામનું આયોજન કર્યું
Last Updated: 10:06 PM, 4 September 2026
ADVERTISEMENT
વડોદરા [ગુજરાત], 4 સપ્ટેમ્બર: પારૂલ યુનિવર્સિટીએ ગત મહિને પોલેન્ડના 24 સહભાગીઓ માટે આયુર્વેદ ઉપર બે વિશેષ પ્રોગ્રામનું સફળ આયોજન કર્યું હતું. યુનિ.ના ફેકલ્ટી ઓફ આયુર્વેદ અને સેન્ટર ફોર ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ રિસર્ચ (સીઆઇઆરઆર)ના સહિયારા પ્રયાસો અંતર્ગત આયોજિત પ્રોગ્રામનો ઉદ્દેશ્ય પરંપરાગત ભારતીય નોલેજ સિસ્ટમના ફ્રેમવર્કમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો હતો.
ADVERTISEMENT
આ પ્રોગ્રામમાં પોલેન્ડના 13 સહભાગીઓ સાથે બે-સપ્તાહના પંચકર્મ ઇમર્શન પ્રોગ્રામ (પીઆઇપી) અને પોલેન્ડના 11 પ્રેક્ટિસિંગ આયુર્વેદ પ્રેક્ટિશનર્સ સાથે ત્રણ-સપ્તાહના આયુર્વેદ પ્રેક્ટિશનર પ્રોગ્રામ (એપીપી) સામેલ હતાં. આ બંન્ને પ્રોગ્રામે આંતરરાષ્ટ્રીય સહભાગીઓને આયુર્વેદના શૈક્ષણિક અને પ્રાયોગિક પરિચય આપ્યો હતો, જેમાં થિયરીની સાથે-સાથે પ્રેક્ટિકલ અને હેન્ડ્સ-ઓન એક્સપોઝર પણ ઓફર કરાયું હતું.

ADVERTISEMENT
પંચકર્મ ઇમર્શન પ્રોગ્રામ આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો અને ખ્યાલ વિશે માહિતી આપવા, પંચકર્મ, ટેક્નિક અને પંચકર્મની પ્રક્રિયા તેમજ અન્ય આયુર્વેદિક પ્રેક્ટિસ શીખવવા માટે ડિઝાઇન કરયો હતો. આયુર્વેદ અને આરોગ્ય માટે તેના પારંપરિક અભિગમને વધુ યોગ્ય રીતે સમજવા માટે સહભાગીઓને પ્રેક્ટિકલ અને પ્રાયોગિક લર્નિંગમાં સામેલ કરાયાં હતાં.
આયુર્વેદ પ્રેક્ટિશનર પ્રોગ્રામમાં કુલ 50 કલાકથી વધુનો સઘન લર્નિંગ એક્સપિરિયન્સ ઓફર કરાયો હતો, જેમાં પોલેન્ડના પ્રેક્ટિસિંગ આયુર્વેદ પ્રોફેશનલ્સને પારૂલ યુનિ.ના આયુર્વેદ ડોક્ટર્સ અને ફેકલ્ટી મેમ્બર્સ સાથે સીધો સંવાદ કરવાની તક મળી હતી. પ્રોગ્રામમાં આયુર્વેદ, પંચકર્મ અને બીજી આયુર્વેદિક થએરાપીના સિદ્ધાંતો અને પ્રેક્ટિસ અંગે પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને પ્રાયોગિક લર્નિંગ સામેલ હતું.
ADVERTISEMENT

આંતરરાષ્ટ્રીય સ્તરે આયુર્વેદના શિક્ષણની મહત્વતા વિશે પ્રતિક્રિયા આપતાં પારૂલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને મેડિકલ ડાયરેક્ટર ડો. કોમલ પટેલે જણાવ્યું હતુ કે, આયુર્વેદ ભારતીય પરંપરાગત નોલેજ સિસ્ટમનો મહત્વપૂર્ણ હિસ્સો છે તથા વિશ્વભરમાં આયુર્વેદ પ્રત્યે રૂચિમાં સતત વધારો આયુર્વેદ શિક્ષણ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટે સકારાત્મક બાબત છે. પારૂલ યુનિવર્સિટી ખાતે અમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આયુર્વેદના થિયરી અને પ્રેક્ટિકલ પાસાઓ શીખવા માટે મજબૂત પ્લેટફોર્મ ઓફર કરવા માટે કટીબદ્ધ છીએ. આ પ્રકારના પ્રોગ્રામ વૈશ્વિક જોડાણને મજબૂત કરવાની સાથે-સાથે નોલેજ એક્સચેન્જ તેમજ ભારતીય પરંપરાગત હેલ્થકેર જ્ઞાન માટે માર્ગ મોકળો કરે છે.
ADVERTISEMENT
આ પ્રોગ્રામ એકેડેમિક લર્નિંગ સાથે પ્રેક્ટિકલ લર્નિંગ, સાંસ્કૃતિક સમજણ અને નોલેજ એક્સચેન્જને એકીકૃત કરે છએ તેમજ સહભાગીઓને ભારતીય શૈક્ષણિક પ્રણાલીમાં આયુર્વેદનો અનુભવ કરવાની તક આપે છે. પારૂલ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય પહેલમાં સામેલ થઇને આયુર્વેદ વિશે વૈશ્વિક સંવાદને પ્રોત્સાહન આપે છે તેમજ વિશ્વભરના અભ્યાસકર્તાઓ અને પ્રેક્ટિશનર્સ સાથે ભારતીય પરંપરાગત જ્ઞાનને જોડે છે.
સંકળાયેલા મુદ્દાઓ