ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / "માફ કરજો મમ્મી-પપ્પા..." સાણંદમાં 19 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું, ખિસ્સામાંથી મળેલી વસ્તુએ ચોંકાવ્યાં
Last Updated: 11:31 AM, 5 September 2026
ADVERTISEMENT
"માફ કરજો મમ્મી-પપ્પા..." આ શબ્દો લખીને સાણંદમાં 19 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવી લીધું...ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી યુવતીના મોત બાદ તેના કપડાના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટે સમગ્ર ઘટનાનું રહસ્ય ખોલ્યું છે. સુસાઈડ નોટમાં ત્રણ લોકોને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી અંતિમ ઈચ્છા પણ વ્યક્ત કરી છે સાણંદ પોલીસે દુષપેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.
ADVERTISEMENT
પિતાએ કોલેજ જવા ઉઠાડી ત્યારે પરિવારને જાણ થઈ
સાણંદની ગાયત્રીનગર સોસાયટીમાં રહેતી 19 વર્ષીય ઉર્વશી પરમાર એલ જ એન્જીનીયરીંગ કોલેજમાં બેચલર ઇન ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી હતી પરંતુ પ્રેમસંબંધના વિવાદે યુવતીને એવી રીતે ઘેરી લીધી કે આખરે તેણે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.. 1 સપ્ટેમ્બર ના રોજ સવારે 6.45 વાગે મૃતકના પિતાએ કોલેજ જવા ઉઠાડી પરંતુ ઉર્વશી રૂમમાંથી તૈયાર થઈ ને નહિ આવતા પિતા ફરી તેના રૂમમાં પહોંચ્યા તો દરવાજો બંધ હતો અને ઉર્વશીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો સાંણદ પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
મૃતક યુવતીને પરિણીત યુવક સાથે હતો પ્રેમસંબંધ
ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવતી ઉર્વશીનું પરણિત યુવક મેહુલ ગોહેલ સાથે દોઢ વર્ષ થી પ્રેમસંબંધ હતા જેની જાણ મેહુલની પત્ની ચીની ગોહેલને થતા વિવાદ શરૂ થયો હતો.. કારણકે મેહુલના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો જેથી મેહુલની પત્ની ચીની, પિતા બુધા ભાઈ અને બહેન પાયલ દ્વારા યુવતીને વારંવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો પરિવારનો આક્ષેપ છે એટલું જ નહીં આપઘાત પહેલા આરોપીઓ યુવતીના ઘરે પહોંચ્યા હતા અને પ્રેમસંબંધ તોડી નાખવા માટે ધમકી આપી હતી અને તેને માફી પણ મંગાવી હતી આરોપીની આ કરતૂતથી મનમાં લાગી આવતા યુવતીએ આપઘાત કર્યો હતો. મૃતક યુવતીના .પરિવારની ફરિયાદના આધારે સાણંદ પોલીસે પ્રેમીની પત્ની અને પ્રેમીના પિતા અને બહેન સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો છે.
ADVERTISEMENT
ચિઠ્ઠીમાં 3 લોકોને જવાબદાર ગણ્યાં
ADVERTISEMENT
19 વર્ષની ઉંમરે સપનાઓ જોતી એક યુવતીએ મોત પહેલાં માતા-પિતાની માફી માંગી અને પોતાની છેલ્લી ચિઠ્ઠીમાં ત્રણ લોકોને જવાબદાર ગણાવ્યા છે હવે યુવતીની આ અંતિમ ચિઠ્ઠી તેને ન્યાય અપાવશે કે નહીં તેનો જવાબ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.