ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં જન્માષ્ટમી લોકમેળામાં લુખ્ખા તત્વોનો આતંક, ભીડ વચ્ચે ધારદાર હથિયારો લહેરાવ્યાં

ક્રાઈમ / ભાવનગરમાં જન્માષ્ટમી લોકમેળામાં લુખ્ખા તત્વોનો આતંક, ભીડ વચ્ચે ધારદાર હથિયારો લહેરાવ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Hiren Chauhan

Last Updated: 10:56 AM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરના લોકમેળામાં લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. હજારો લોકોની ભીડ વચ્ચે કેટલાક તત્વો હથિયારો લહેરાવતા જોવા મળ્યાં હતા.

ADVERTISEMENT

ભાવનગરના લોકમેળામાં કાયદા-વ્યવસ્થાના ધજાગરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. જન્માષ્ટમીના લોકમેળામાં અમુક લુખ્ખાતત્વોએ મચાવ્યો જબરદસ્ત આતંક મચાવ્યો હતો. હજારો લોકોની ભીડ વચ્ચે છરી જેવા હથિયારો સાથે લુખ્ખાઓએ દાદાગીરી કરી હતી. પોલીસ બંદોબસ્ત હોવા છતાં ગુંડાતત્વોનો આતંક સામે આવતા સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે. મેળામાં અસામાજિક તત્વોએ રાઈડ્સમાં પણ નુકસાન કરતા નજરે પડ્યા હતા.

ભાવનગરમાં શરુ થયો ત્રણ દિવસીય મેળો

ભાવનગરમાં ત્રણ દિવસીય મેળો શરુ થયો છે. આ રંગારંગ લોકમેળામાં ગુજરાતના વિવિધ ખ્યાતનામ કલાકારો અને ગાયકો પોતાની આગવી શૈલીમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી રહ્યા છે.

વધુ વાંચો : અતિ કરુણ! એન્જિનિયરીંગના 8 વિદ્યાર્થીઓના એક્સિડન્ટમાં મોત, કાર પાર્ક કરેલી લોરી સાથે ધડાકાભેર અથડાઈ

રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા તરીકે ઓળખાતા રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઇડ્સને મંજૂરી મળી ગઈ છે. રાજકોટ સીટી રાઇડ સેફટી એન્ડ ઇન્સ્પેક્શન કમિટી દ્વારા તમામ 34 યાંત્રિક રાઈડને મંજૂરી આપવામાં આવી છે અને તે પણ લોકમેળો શરૂ થયાના 24 કલાક બાદ મંજૂરી અપાઈ છે. લોકમેળામાં તંત્ર દ્વારા મંજૂરી ન આપવામાં આવતાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો. લોકમેળામાં એકલ-દોકલ યાંત્રિક રાઇડ્સને જ મંજૂરી મળી હતી. યાંત્રિક રાઇડ્સ ઓછી હોવાથી જે રાઇડ્સ શરૂ છે ત્યાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલીક રાઇડ્સમાં બેસવા માટે લોકોને 15થી 30 મિનિટ સુધી રાહ જોવી પડી રહી હતી. મેળામાં આવેલા કેટલાક લોકોએ જણાવ્યું કે, ગયા વર્ષે વરસાદને કારણે લોકમેળાની મજા બગડી હતી અને આ વર્ષે યાંત્રિક રાઇડ્સને મંજૂરીમાં વિલંબ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ