ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દાહોદમાં દારૂ ભરેલી કાર ઊંધી વળી ગઈ, દારૂની બોટલો વેરવિખેર થઈ, 8.14 લાખનો મુદ્દામાલ જપ્ત
Last Updated: 11:55 AM, 5 September 2026
ADVERTISEMENT
દાહોદના તોયણી ગામ પાસે દિલ્લી-મુંબઈ નેશનલ હાઈવે કોરિડોર પર દારૂ ભરેલી કારનો અકસ્માત થયો હતો. રેલિંગ તોડીને કાર હાઈવે પરથી નીચે ખાબકી હતી.
ADVERTISEMENT
અકસ્મત પછી કારચાલક ફરાર
અકસ્મત પછી કારચાલક કાર મૂકીને ફરાર થયો હતો. પીપલોદ પોલીસે દારૂના જથ્થા સાથે 8.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.
ADVERTISEMENT
ગોધરા-દાહોદ હાઈવે પર દારુનો જથ્થો ઝડપાયો
ADVERTISEMENT
હજુ 6 દિવસ પહેલાં જ પંચમહાલ જિલ્લામાં ગોધરા-દાહોદ હાઈવે પર આવેલી સંતરોડ ચેકપોસ્ટ નજીક લોકલ ક્રાઈમ બ્રાંચએ નાકાબંધી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડીને આંતરરાજ્ય દારૂ તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અનોખી કીમિયો અપનાવ્યો હતો.ટ્રકમાં ઉપરના ભાગે બાયોમાસ પ્લેટ્સ ભરેલી હતી જેની નીચે પ્લાસ્ટિકના કોથળામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 15960 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.