ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં યુવતી શિક્ષકને જંગલમાં લઈ ગઈ સામે જ કપડાં ઉતાર્યાં પછી... શિક્ષકનું હનીટ્રેપ

ક્રાઈમ / બનાસકાંઠામાં યુવતી શિક્ષકને જંગલમાં લઈ ગઈ સામે જ કપડાં ઉતાર્યાં પછી... શિક્ષકનું હનીટ્રેપ

Published By: Hiralal Parmar
Reported By: Bhavesh Sondarva

Last Updated: 12:24 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના દાંતામાં એક શિક્ષકનું હનીટ્રેપ થયું હતું અને આરોપીઓએ તેમની પાસે 5 લાખની ખંડણી માંગી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

ADVERTISEMENT

બનાસકાંઠાના દાંતા પંથકમાં પ્રાથમિક શાળાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં એલસીબીએ ફરિયાદી શિક્ષકને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો છે સમગ્ર મામલે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ત્રણ આરોપી ફરાર છે.જેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આરોપીઓએ શિક્ષક પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી

બનાસકાંઠાના દાંતા પંથકના પ્રાથમિક શાળાના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવવાના કાવતરાનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. આરોપીઓએ શિક્ષક પાસેથી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. તેમજ અગાઉ પણ રોકડા રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ છે.

આરોપીઓ શિક્ષકને જંગલમાં લઈ ગયા પછી મોકલી યુવતી

આરોપીઓએ ફરિયાદી શિક્ષકને પાલનપુરના બાલારામના જંગલ વિસ્તારમાં લઈ જઈ યુવતીને મોકલી યુવતીએ કપડા ઉતારવાની તૈયારી કરતા આરોપીઓ ત્યાં પહોંચી ફરિયાદીએ બળાત્કારની ધમકી આપી તેને ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ હનીટ્રેપમાં ફસાવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપી કથિત પત્રકાર દ્વારા ન્યૂઝ ચેનલમાં બદનામ કરી દેવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયા આપવાની માંગ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી મહત્વની વાત એ છે કે ફરિયાદી શિક્ષક અને આરોપી શિક્ષક અગાઉ પાલનપુરમાં સાથે નોકરી કરતા હતા.

વધુ વાંચો : અતિ કરુણ! એન્જિનિયરીંગના 8 વિદ્યાર્થીઓના એક્સિડન્ટમાં મોત, કાર પાર્ક કરેલી લોરી સાથે ધડાકાભેર અથડાઈ

3 આરોપીઓની સંડોવણી સામે આવી

આ ઓળખાણનો લાભ લઈ સમગ્ર કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ મામલે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હનીટ્રેપના કાવતરામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ મહેબૂબ બલોચ, સલીમ બલોચ અને નરસિંહ રાવળની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે આશા શર્મા, શ્રવણ રાવળ અને પત્રકાર મુજાહિદ ખાન તુવર હાલ ફરાર છે. પોલીસ દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ત્રણ આરોપીઓને કોર્ટમા રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha news honey trapped Teacher honey trapped

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ