ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:42 AM, 5 September 2026
1/6
2/6
સરકારે જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થા અંગે હજુ સુધી કોઈ ફેરફારની જાહેરાત કરી નથી. એવી શક્યતા છે કે, સરકાર ઓક્ટોબરમાં આ અંગે જાહેરાત કરી શકે છે, કારણ કે જુલાઈના મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત સામાન્ય રીતે સપ્ટેમ્બર અને નવેમ્બરની વચ્ચે કરવામાં આવે છે.
ADVERTISEMENT
3/6
DA એ AICPI-IW ના 12 મહિનાના સરેરાશ આંકડા પર આધારિત હોય છે. આ ગણતરી 2001ના સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, જેમાં વર્તમાન આધાર વર્ષ 2016 નક્કી કરવામાં આવ્યું છે. જુલાઈમાં મોંઘવારીનો આંકડો 153.2 રહ્યો હતો, જે મોંઘવારી ભથ્થામાં સંભવિત 64% વધારો થઇ શકે છે.
4/6
હાલમાં, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60 ટકા છે. જો DA વધીને 64 ટકા થાય, તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. ઉદાહરણ તરીકે, 18,000 રુપિયાનો મૂળ પગાર ધરાવતા લેવલ-1ના કર્મચારીને ધ્યાનમાં લો. 60 ટકા DA ઉમેરવાથી 10,800 રુપિયાનો વધારો થાય છે, જ્યારે 64 ટકા DA ઉમેરવાથી આ રકમ 11,520 રુપિયા થાય છે, જેનો અર્થ છે કે કર્મચારીના માસિક પગારમાં 720 રુપિયાનો વધારો થશે.
ADVERTISEMENT
5/6
તે જ રીતે, જો લેવલ 7 ના કર્મચારીનો મૂળ પગાર 44,900 રુપિયા છે, તો તેમના માસિક પગારમાં 1,796 રુપિયાનો વધારો થશે. લેવલ 6 ના કર્મચારીઓના પગારમાં 1,400 રુપિયા થી વધુનો વધારો જોવા મળશે. તેવી જ રીતે, લેવલ 5 ના કર્મચારીઓના માસિક પગારમાં 1,168 રુપિયાનો વધારો થશે.
6/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ