ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ, કોર્ટે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
Last Updated: 05:23 PM, 5 September 2026
ADVERTISEMENT
ભાવનગરમાં ચર્ચાસ્પદ નકલી દારૂકાંડની તપાસમાં પોલીસે વધુ એક મહત્વની કડી ઝડપી પાડી છે. સર ગામની તપાસ દરમિયાન સપ્લાયર તરીકે સામે આવેલા હરદીપસિંહ મોરીની પોલીસે ધરપકડ કરી છે. આરોપીને ભાવનગરની કોર્ટમાં રજૂ કરી પોલીસે 10 દિવસના પોલીસ રિમાન્ડની માગણી કરી હતી, જોકે કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
પોલીસ તપાસમાં હરદીપસિંહ મોરી દ્વારા ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની ડુપ્લિકેટ દારૂની પેટીઓ સપ્લાય કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. બુટલેગરો દ્વારા સર અને કમળેજ ગામના બુટલેગરો સુધી દારૂ પહોંચાડવામાં આવ્યો હોવાની વિગતો પણ પોલીસને મળી હોવાનું જાણવા મળે છે. હવે ચાર દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરશે. નકલી દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો, કોને સપ્લાય કરવામાં આવતો હતો અને સમગ્ર સપ્લાય નેટવર્કમાં અન્ય કયા લોકો સંડોવાયેલા છે તે અંગે મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે.
ADVERTISEMENT
ગૌતમ સોલંકી સાથેના કનેક્શનની પણ તપાસ
હરદીપસિંહ મોરીના ગૌતમ સોલંકી સાથેના સંભવિત કનેક્શન અંગે પણ પોલીસે તપાસ તેજ કરી છે. બંને વચ્ચે કોઈ પ્રકારનો વ્યવસાયિક કે સપ્લાય સંબંધ હતો કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત ડુપ્લિકેટ ‘રોયલ સ્ટેગ’ની બોટલો, પેકિંગ અને અન્ય સામગ્રી ક્યાંથી મેળવવામાં આવતી હતી તેના સ્ત્રોત સુધી પહોંચવા માટે પણ પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
રિમાન્ડ દરમ્યાન હજુ વધુ વિગત સામે આવવાની શક્યતા
ADVERTISEMENT
પોલીસને આશા છે કે રિમાન્ડ દરમિયાન હરદીપસિંહ મોરી પાસેથી નકલી દારૂકાંડમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓના નામ અને સમગ્ર સપ્લાય ચેઇન અંગે મહત્વની માહિતી મળી શકે છે. હરદીપસિંહના રિમાન્ડને પગલે નકલી દારૂકાંડની સપ્લાય ચેઇનની વધુ કડીઓ જોડવામાં પોલીસને સફળતા મળે તેવી શક્યતા છે. હવે તપાસ દરમિયાન સામે આવતી વિગતો સમગ્ર કાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પોલીસને પહોંચાડે છે કે કેમ તેના પર નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.