ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હાઇરાઇઝ પ્રોજેક્ટથી પાણી-ગટર-રોડ પર વધતા બોજને રોકવા AMCની નવી SOP, બિલ્ડિંગ પ્લાન સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ ફરજિયાત

ગુજરાત / હાઇરાઇઝ પ્રોજેક્ટથી પાણી-ગટર-રોડ પર વધતા બોજને રોકવા AMCની નવી SOP, બિલ્ડિંગ પ્લાન સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ ફરજિયાત

Published By: Nidhi Panchal

Last Updated: 02:27 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં ઝડપથી વધી રહેલા બાંધકામ અને હાઇરાઇઝ પ્રોજેક્ટને કારણે પાણી, ગટર, રોડ અને ટ્રાફિકની સુવિધાઓ પર વધતા બોજને ધ્યાનમાં રાખીને AMCએ નવી SOP લાગુ કરી છે. હવે બિલ્ડિંગ પ્લાન મંજૂર કરતા પહેલાં પ્રોજેક્ટથી ઊભો થનારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોજ પણ અગાઉથી આંકવામાં આવશે.

ADVERTISEMENT

શહેરમાં ઝડપથી વધી રહેલાં બાંધકામ અને હાઇરાઇઝ પ્રોજેક્ટના કારણે પાણી, ગટર, રોડ અને ટ્રાફિક જેવી માળખાકીય સુવિધાઓ પર પડતા વધારાના બોજને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ અંગે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અમલમાં મૂકી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ હવે બિલ્ડિંગ પ્લાન સાથે પ્રોજેક્ટથી ઊભો થનારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોજ પણ અગાઉથી આંકવામાં આવશે.

metro-1

હાલમાં અનેક વિસ્તારોમાં રહેણાક અને કોમર્શિયલ પ્રોજેક્ટ ઊભા થયા બાદ પાણી, ડ્રેનેજ, રોડ અને ટ્રાફિકની સમસ્યાઓ સામે આવતી હોય છે. નવી વ્યવસ્થામાં પ્રોજેક્ટમાં સંભવિત વસ્તી, પાણીની દૈનિક જરૂરિયાત, ડ્રેનેજ ડિસ્ચાર્જ, વાહનોની સંખ્યા તથા આસપાસના રોડની ક્ષમતાનો અગાઉથી અભ્યાસ કરવામાં આવશે. આથી બાંધકામ પૂર્ણ થયા પછી સુવિધાઓ ઊભી કરવાને બદલે જરૂરિયાત મુજબનું આયોજન અગાઉથી કરી શકાશે.

જીઆઈએસ અને પોર્ટલથી ડેટા આધારિત આયોજન

બિલ્ડર અથવા ડેવલપરે રજિસ્ટર્ડ એન્જિનિયર અને MEP કન્સલ્ટન્ટ મારફતે પ્રોજેક્ટની ટેકનિકલ વિગતો એનેક્ષર-એ મુજબ એએમસીના પોર્ટલ પર રજૂ કરવાની રહેશે. જીઆઈએસ મેપિંગ અને ઇ-ગવર્નન્સ આધારિત ડેટાથી સંબંધિત વિસ્તારમાં પાણી, ગટર, સ્ટોર્મ વોટર, રોડ અને અન્ય માળખાકીય સુવિધાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં 79 વર્ષીય વૃદ્ધા સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે રૂ.38 લાખની છેતરપિંડી, મુંબઈ ATSના ACP બનીને ઠગોએ ડરાવી

બજેટ સાથે પણ જોડાશે આયોજન

આ વિગતોના આધારે જે તે વિસ્તારની ભવિષ્યની જરૂરિયાતોનું આયોજન કરી મ્યુનિસિપલ બજેટમાં જરૂરી જોગવાઈ કરવાનો માર્ગ ખૂલશે. પર્કોલેશન વેલ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ અને અન્ય આવશ્યક સુવિધાઓનું પણ આયોજન કરવામાં આવશે. સીટી એન્જિનિયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરે આ કામગીરીની માસિક સમીક્ષા કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AMC SOP infrastructure planning High-rise project

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ