ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બડાઈ ભારે પડી! જંતર-મંતર આંદોલનકારીના પિતા પર હુમલો કરનાર સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ

દિલ્હી / બડાઈ ભારે પડી! જંતર-મંતર આંદોલનકારીના પિતા પર હુમલો કરનાર સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ

Published By: Hiralal Parmar

Last Updated: 02:28 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના જંતર મંતર પર થયેલા વિદ્યાર્થીઓના આંદોલનમાં એક વ્યક્તિ પર હુમલાની ખુલ્લેઆમ બડાઈ હાંકનાર સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી છે.

ADVERTISEMENT

દિલ્હીના જંતર મંતર પર થયેલા વિદ્યાર્થીઓના આંદોલનમાં એક વ્યક્તિ પર હુમલાની ખુલ્લેઆમ બડાઈ હાંકનાર સ્વતંત્ર ભારદ્વાજ સામે કાનૂની સકંજો કસાયો છે. દિલ્હી પોલીસે યુપીના બુલંદશહેરથી સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસે તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. સીજેપીના વિરોધ બાદ, ગઈકાલે સ્વતંત્ર વિરુદ્ધ દાખલ કરાયેલા કેસમાં એસસી/એસટી એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી હતી.

શુક્રવારે પોલીસે કરી હતી અટકાયત

શુક્રવારે દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શન બાદ સ્વતંત્ર ભારદ્વાજની અટકાયત કરી હતી. ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ હી એક વાયરલ પોડકાસ્ટ ક્લિપ સામે આવ્યા બાદ કરવામાં આવી હતી જેમાં આરોપીએ કથિત રીતે એક વિદ્યાર્થીના પિતા પર હુમલો કરવાની કબૂલાત કરી હતી.

શું બનાવ હતો?

23 જૂન, 2026 ના રોજ જંતર-મંતર ખાતે CJP ના વિરોધ પ્રદર્શન દરમિયાન બની હતી. ફરિયાદી તેની 14 વર્ષની પુત્રી સાથે વિરોધ પ્રદર્શનમાં પહોંચ્યા હતા. સાંજે 5:30 વાગ્યાની આસપાસ, તે તેના ફોનથી વીડિયો બનાવી રહ્યો હતો ત્યારે તેની એક યુવાન સાથે દલીલ થઈ. એવો આરોપ છે કે બે કે ત્રણ યુવાનોએ તેને ઘેરી લીધો, તેને મુક્કો માર્યો અને લોખંડના સળિયાથી તેના માથા પર હુમલો કર્યો. હુમલા બાદ, તેને સારવાર માટે RML હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. મેડિકલ રિપોર્ટમાં તેના માથા પર બે ઘા નોંધાયા હતા.

વધુ વાંચો : બનાસકાંઠામાં યુવતી શિક્ષકને જંગલમાં લઈ ગઈ સામે જ કપડાં ઉતાર્યાં પછી... શિક્ષકનું હનીટ્રેપ

સ્વતંત્રના સમર્થનમાં હિંદુ રક્ષા દળનું પ્રદર્શન

જંતર-મંતર પર એક સગીર વિદ્યાર્થીના પિતા પર હુમલો કરવાનો આરોપ મૂકાયેલા સ્વતંત્ર ભારદ્વાજના સમર્થનમાં હિન્દુ રક્ષા દળના કાર્યકરો પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કાર્યકરોએ પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું કે સ્વતંત્ર સામેનો કેસ ખોટા આરોપો પર આધારિત છે. એક હિન્દુ સંગઠને સગીર વિદ્યાર્થી અને તેના પિતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સંગઠનનું કહેવું છે કે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

jantar mantar protest Swatantra Bhardwaj arrest Swatantra Bhardwaj news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ