ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં 79 વર્ષીય વૃદ્ધા સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે રૂ.38 લાખની છેતરપિંડી, મુંબઈ ATSના ACP બનીને ઠગોએ ડરાવી

ગુજરાત / અમદાવાદમાં 79 વર્ષીય વૃદ્ધા સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે રૂ.38 લાખની છેતરપિંડી, મુંબઈ ATSના ACP બનીને ઠગોએ ડરાવી

Published By: Nidhi Panchal

Last Updated: 01:51 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતા 79 વર્ષીય વૃદ્ધા સાયબર ઠગોની ‘ડિજિટલ અરેસ્ટ’ની જાળમાં ફસાઈ ગયાં અને પોતાની મહેનતની બચતમાંથી રૂ.38 લાખ ગુમાવ્યાં. મુંબઈ ATSના ACP તરીકે ઓળખ આપીને ઠગોએ આતંકવાદી સાથે કનેક્શન હોવાનું કહી તેમને ડરાવ્યાં હતાં. પોલીસ યુનિફોર્મ અને ATSના લોગોવાળા વીડિયો કોલથી વિશ્વાસમાં લઈ વૃદ્ધા પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવ્યાં હતાં. લાંબો સમય વીતી ગયા બાદ પણ પૈસા પરત ન મળતાં જમાઈને વાત કરી અને સમગ્ર સાયબર છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો.

ADVERTISEMENT

અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મી કર્મચારીનાં ૭૯ વર્ષનાં પત્ની સાયબર ઠગોની નવી મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યાં છે. ગઠિયાઓએ મુંબઈ એટીએસના એસીપી તરીકે ઓળખ આપી વૃદ્ધાને ‘ડિજિટલ અેરેસ્ટ’ કર્યાં હતાં. આતંકવાદી સાથે કનેક્શન હોવાનું કહીને તેમને એટલાં ડરાવવામાં આવ્યાં કે વૃદ્ધાએ પોતાની મહેનતની બચતમાંથી રૂ. ૩૮ લાખ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે ઠગોના કહેવાથી સરકારી ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. લાંબો સમય વીતી ગયા બાદ પણ નાણાં પરત ન મળતાં સમગ્ર મામલો સાયબર ક્રાઈમ પોલીસ સુધી પહોંચ્યો છે.

scam

એકલતાનો લાભ લઈ વોટ્સએપ કોલ કર્યો

ગત ર જુલાઈના રોજ વૃદ્ધા ઘરે એકલાં હતાં ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ એટીએસના એસીપી અશોક યાદવ તરીકે આપી હતી. તેણે વૃદ્ધાને કહ્યું હતું કે એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસેથી રૂ. પ૮ કરોડ મળી આવ્યા છે. આ રકમમાંથી ૧૦ ટકા રકમ વૃદ્ધાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનું કહી તેમને ગંભીર ગુનામાં ફસાવવાનો ડર બતાવ્યો હતો. વૃદ્ધાએ મુંબઈ આવીને તપાસમાં હાજર રહેવાની અસમર્થતા દર્શાવતાં ગઠિયાઓએ વીડિયો કોલ શરૂ કર્યો હતો. પોલીસ યુનિફોર્મ અને એટીએસના લોગોવાળા વીડિયો દ્વારા વાત કરનારાઓએ પોતે પોલીસ અધિકારી હોવાનો વિશ્વાસ ઊભો કર્યો હતો. ત્યાર બાદ વૃદ્ધાને સતત કેમેરા સામે જોડાયેલાં રહેવા મજબૂર કરવામાં આવ્યાં હતાં. બહાર કોઈને વાત ન કરવા તેમજ ફોન બંધ ન કરવાની સૂચના આપી તેમને માનસિક રીતે દબાણ હેઠળ રાખવામાં આવ્યાં હતાં.

ખાતાની રકમ સરકારી ખાતામાં મોકલવાનો ખેલ

બનાવટી પોલીસ અધિકારીએ વૃદ્ધાને કહ્યું હતું કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના બેન્ક ખાતામાં રહેલી તમામ રકમ સુરક્ષિત રાખવા માટે સરકારી ખાતામાં ટ્રાન્સફર કરવી પડશે. આરોપીઓએ વૃદ્ધા પાસેથી બેન્ક ખાતાની વિગતો પણ મેળવી હતી. કાયદાકીય કાર્યવાહી અને આતંકવાદી કનેક્શનના નામે સતત ડરાવાતાં વૃદ્ધાએ ગઠિયાઓની વાત પર વિશ્વાસ કરી લીધો હતો.

અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૩૮ લાખ ટ્રાન્સફર

આરોપીઓના કહેવાથી વૃદ્ધાએ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. ૩૮ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. નાણાં ટ્રાન્સફર કર્યા બાદ પણ ગઠિયાઓએ તપાસ પૂર્ણ થઈ હોવાનું કહીને રકમ પરત કરી નહોતી. લાંબો સમય વીતી જતાં વૃદ્ધાને શંકા જાગી હતી. જમાઈને વાત કરતાં સાયબર છેતરપિંડી ખુલ્લી પડી વૃદ્ધાએ અંતે પોતાના જમાઈને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પરિવારજનોને સમગ્ર મામલો સાયબર છેતરપિંડીનો હોવાનું જણાતાં તેઓ વૃદ્ધાને લઈને અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યાં હતાં. આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે જે બેન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયાં છે તેની વિગતો મેળવવા ઉપરાંત ટ્રાન્ઝેક્શનની ચેઇન તપાસવાનું શરૂ કર્યું છે. ઠગોએ કયા નંબર પરથી વીડિયો કોલ કર્યો હતો, કયા બેન્ક ખાતામાં રકમ મેળવી હતી અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભાવનગરમાં દારૂ પીવાના કારણે વધુ એક વ્યક્તિનું મોત, મોડી રાત્રે છાતીમાં દુખાવો ઉપડ્ય

‘ડિજિટલ એરેસ્ટ’માં ઠગોની પાંચ ચાલ

૧. પોલીસ અધિકારીની ખોટી ઓળખ

સાયબર ઠગો પોલીસ, એટીએસ, સીબીઆઈ કે અન્ય તપાસ એજન્સીના અધિકારી બનીને ફોન કરે છે. યુનિફોર્મ, લોગો અને બનાવટી ઓળખપત્ર બતાવી સામેની વ્યક્તિને વિશ્વાસમાં લેવામાં આવે છે.

૨. ગંભીર ગુનામાં ફસાવવાનો ડર

આતંકવાદી, મની લોન્ડરિંગ, ડ્રગ્સ અથવા ગેરકાયદે નાણાંની તપાસમાં નામ આવ્યું હોવાનું કહીને પીડિતને ગભરાવી દેવામાં આવે છે.

૩. વીડિયો કોલ પર સતત નજર

પીડિતને વીડિયો કોલ પર રહેવા અને કેમેરો ચાલુ રાખવા માટે દબાણ કરવામાં આવે છે. પરિવારના સભ્યો કે પોલીસનો સંપર્ક ન કરવા પણ કહેવામાં આવે છે.

૪. ખાતાની રકમ ‘તપાસ’ના નામે પડાવાય

બેન્ક ખાતું તપાસવાના બહાને વિગતો મેળવી તમામ નાણાં ‘સરકારી ખાતા’માં ટ્રાન્સફર કરવા કહેવામાં આવે છે. ડરના કારણે પીડિત પોતે જ નાણાં મોકલી દે છે.

૫. સાવચેતી જ સૌથી મોટું હથિયાર

કોઈ પણ પોલીસ કે તપાસ એજન્સી વીડિયો કોલ પર ‘ડિજિટલ અેરેસ્ટ’ કરતી નથી અને તપાસના નામે વ્યક્તિને પોતાના તમામ નાણાં અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહેતી નથી. આવી સ્થિતિમાં તરત જ પરિવારજનોને જાણ કરી સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર સંપર્ક કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Digital Arrest Cyber Fraud Ahmedabad Crime

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ