ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / RTOના ધક્કા ખતમ! હવે ઘેરબેઠાં મોબાઈલ નંબર અપડેટ કરી શકાશે

નિર્ણય / RTOના ધક્કા ખતમ! હવે ઘેરબેઠાં મોબાઈલ નંબર અપડેટ કરી શકાશે

Published By: Hiralal Parmar

Last Updated: 04:11 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતના લાખો વાહનચાલકોને વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાં નોંધાયેલો મોબાઈલ નંબર બદલવા કે અપડેટ કરવા માટે હવે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં રહે.

ADVERTISEMENT

અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતના લાખો વાહનચાલકોને વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાં નોંધાયેલો મોબાઈલ નંબર બદલવા કે અપડેટ કરવા માટે હવે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં રહે.

‘પરિવહન’ એપ્લિકેશનમાં નવી સુવિધાઓ ઉમેરાઈ

વાહન વ્યવહાર વિભાગ અને ટ્રાફિક પોલીસના સંકલનથી ‘પરિવહન’ એપ્લિકેશન તથા પોર્ટલમાં નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ વાહન માલિકો પોતાના સ્માર્ટફોન મારફતે ઘેરબેઠાં વાહનમાં નોંધાયેલો મોબાઈલ નંબર સરળતાથી અપડેટ કરી શકશે. વાહન માલિકોને પોતાના વાહનમાં નોંધાયેલો મોબાઈલ નંબર ચાલુ છે કે નહીં તેની ચકાસણી કરી લેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. જો જૂનો નંબર બંધ થઈ ગયો હોય અથવા નવો નંબર ઉમેરવો હોય તો હવે એજન્ટ મારફતે કામગીરી કરાવવાની પણ જરૂર નહીં પડે. પરિવહનના સત્તાવાર પોર્ટલ પર ક્યૂઆર કોડ સ્કેન કરીને અથવા ઓનલાઈન સેવાઓના વિકલ્પમાં જઈ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે. મોબાઈલ નંબર અપડેટ થયા બાદ ટ્રાફિક નિયમભંગ બદલ જનરેટ થતા ઈ-મેમોના મેસેજ સમયસર મળી શકશે અને વાહનમાલિકોને દંડની માહિતી સમયસર મળી રહેશે. આ ઉપરાંત વાહન પર કોઈ ઈ-મેમો અથવા ચલણ પેન્ડિંગ છે કે નહીં તેની પણ ઓનલાઈન ચકાસણી કરી શકાશે. ચલણ નંબર, વાહનના આરસી નંબર અથવા ડ્રાઇવિંગ લાઈસન્સ નંબરની વિગતોના આધારે પેન્ડિંગ દંડની સ્થિતિ જાણી શકાશે અને સત્તાવાર પોર્ટલ પરથી દંડની રકમ ઓનલાઈન જમા કરી શકાશે.

વધુ વાંચો : બનાસકાંઠામાં યુવતી શિક્ષકને જંગલમાં લઈ ગઈ સામે જ કપડાં ઉતાર્યાં પછી... શિક્ષકનું હનીટ્રેપ

ઈ-મેમોના નામે આવતી બોગસ લિંકથી ચેતજો

દરમિયાન ઈ-મેમોના નામે બોગસ લિંક મોકલી સાયબર છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા હોવાથી વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અજાણી કે શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાના બદલે માત્ર સત્તાવાર સરકારી પોર્ટલનો જ ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. આ સુવિધાથી વાહનચાલકોને વચેટિયા વિના પારદર્શક અને સરળ રીતે કામગીરી કરવાની રાહત મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ