ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ

દહેશત / ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ-સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 03:38 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ફરી બોમ્બ ધમકીનું ભૂત ધૂણ્યું છે. એકીસાથે ઘણી બધી કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળતાં ખળભળાટ મચ્યો છે.

ADVERTISEMENT

ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ અને સુરતની તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. ધમકીભર્યા ઈમેઈલને કારણે બોમ્બ સ્કવૉડ, પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને તપાસ હાથ ધરી હતી જોકે કોઈ શંકાસ્પદ ચીજ મળી નહોતી.

સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો મેલ આવ્યો

અમદાવાદ બાદ સુરતમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોર્ટના ઈમેલ આઈડી પર ધમકી ભર્યો મેલ આવ્યો હતો. ઘટનાને લઇ પોલીસ દોડતી થઇ હતી અને બૉમ્બ સ્કોડ અને ડોગ સ્કોડે પહોંચીને તપાસ શરુ કરી હતી.

વધુ વાંચો : બડાઈ ભારે પડી! જંતર-મંતર આંદોલનકારીના પિતા પર હુમલો કરનાર સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ

લાલ દરવાજા સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી

અમદાવાદમાં ઘીકાંટા મેટ્રો કોર્ટ અને લાલ દરવાજા સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી. ઘટનાને પગલે પોલીસ, ફાયર અને બૉમ્બ સ્કોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરી હતી. પોલીસે કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat courts threat ahmedabad threat ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ