ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદ RTOમાં વાહન ટ્રાન્સફરની 5 હજાર અરજીઓ પેન્ડિંગ, RC બુક અને આધારકાર્ડની વિગતો મેચ ન થતાં અરજદારો પરેશાન

ગુજરાત / અમદાવાદ RTOમાં વાહન ટ્રાન્સફરની 5 હજાર અરજીઓ પેન્ડિંગ, RC બુક અને આધારકાર્ડની વિગતો મેચ ન થતાં અરજદારો પરેશાન

Published By: Nidhi Panchal

Last Updated: 03:32 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાહનની ખરીદી-વેચાણ બાદ માલિકી ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા અમદાવાદમાં અરજદારો અને વાહન ડીલરો માટે મુશ્કેલીરૂપ બની છે. RC બુક અને આધારકાર્ડની વિગતોમાં નામ, સરનામું કે પિનકોડનો નાનો તફાવત પણ ફેસલેસ સિસ્ટમમાં અરજી અટકાવી અથવા રિજેક્ટ કરી રહ્યો છે.

ADVERTISEMENT

વાહનની ખરીદી-વેચાણ બાદ માલિકી ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા હવે અમદાવાદમાં અરજદારો માટે માથાનો દુખાવો બની છે. વાહન સંબંધિત ઓનલાઈન પ્રક્રિયામાં કરવામાં આવેલા ટેકનિકલ સુધારા બાદ આરસી બુક અને આધારકાર્ડની વિગતો મેચ ન થવાના કારણે મોટી સંખ્યામાં અરજીઓ આગળ વધી રહી નથી. અમદાવાદ આરટીઓમાં વાહન ટ્રાન્સફરની અંદાજે પાંચ હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને નામના સ્પેલિંગ, સરનામું અથવા પિનકોડમાં સામાન્ય તફાવત હોય તો પણ ફેસલેસ સિસ્ટમ અરજીને અટકાવી રહી છે અથવા રિજેક્ટ કરી રહી છે.

rto-ahmedabad

નવા ટેકનિકલ ફેરફાર બાદ વાહનની માલિકી બદલવાની પ્રક્રિયામાં આધારકાર્ડની વિગતોનું વાહનના રેકોર્ડ સાથે ઓનલાઈન વેરિફિકેશન કરવામાં આવે છે. બંને દસ્તાવેજમાં નામના સ્પેલિંગ, સરનામા અથવા પિનકોડમાં નાનો પણ તફાવત હોય તો સિસ્ટમ ડેટા મેચ કરતી નથી, પરિણામે અરજદારની પ્રક્રિયા આગળ વધતી નથી અને ફરીથી દસ્તાવેજોની વિગતો સુધારવાની કે પ્રક્રિયા માટે રાહ જોવાની સ્થિતિ ઊભી થાય છે.

વાહન ડીલરો પણ આ સમસ્યાથી પરેશાન

લોકો ઉપરાંત વાહન ડીલરો પણ આ સમસ્યાથી પરેશાન છે. જૂની પદ્ધતિમાં દસ્તાવેજોની ચકાસણી બાદ પ્રક્રિયા આગળ વધતી હતી, જ્યારે હવે સિસ્ટમ આધારિત વેરિફિકેશનના કારણે મામૂલી ડેટા મિસમેચ પણ મોટો અવરોધ બની રહ્યો છે. ટ્રાન્સફર પેન્ડિંગ રહેતાં વાહન ખરીદનાર અને વેચનાર બંને વચ્ચે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ વધી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 79 વર્ષીય વૃદ્ધા સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે રૂ.38 લાખની છેતરપિંડી, મુંબઈ ATSના ACP બનીને ઠગોએ ડરાવી

RTOના અધિકારીઓ માટે પણ આ સમસ્યાનો સીધો ઉકેલ લાવવો મુશ્કેલ બન્યો છે, કારણ કે ડેટા વેરિફિકેશનની ટેકનિકલ વ્યવસ્થા કેન્દ્ર સ્તરની સિસ્ટમ સાથે જોડાયેલી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RC Aadhaar Mismatch Vehicle Transfer Ahmedabad RTO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ