ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / જ્યોતિષ મુજબ ખાંડનો સંબંધ શુક્ર ગ્રહ સાથે, રોજ ખરીદવા કે કોઈને આપવાથી થઈ શકે છે અશુભ અસર!
5 ફોટો ગેલેરી
Last Updated: 04:28 PM, 5 September 2026
1/5
જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુને લઈને અમુક નિયમો કહેવામાં આવે છે. ખાંડ પણ તેમાંથી એક છે. આપણા રોજિંદા જીવનની આ સામાન્ય વસ્તુનો સંબંધ શુક્ર ગ્રહ સાથે જોડવામાં આવે છે. શુક્ર સુખ-સગવડ, સૌંદર્ય, પ્રેમ અને ભૌતિક સુખોનો કારક માનવામાં આવે છે. એટલે જ ખાંડની ખરીદી, રાખવાની જગ્યા અને દાનને લઈને પણ અમુક માન્યતાઓ છે.
2/5
રસોડામાં ખાંડ ક્યાં અને કેવી રીતે રાખવી તે પણ મહત્ત્વનું છે. વાસ્તુ મુજબ રસોડાની દક્ષિણ કે દક્ષિણ-પૂર્વ દિશા સૌથી યોગ્ય માનવામાં આવે છે. આથી ખાંડને હંમેશા કાચ કે મેટલના ડબ્બામાં રાખવી જોઈએ. પ્લાસ્ટિકના ડબ્બામાં કે ખુલ્લી રાખવાથી આર્થિક નુકસાન થઈ શકે તેવું કહેવામાં આવે છે.
ADVERTISEMENT
3/5
ખાંડનું દાન કરવાના પણ ફાયદા બતાવવામાં આવે છે. સફેદ ખાંડનું દાન ચંદ્ર અને મંગળ ગ્રહને શાંત કરે છે તેવી માન્યતા છે. તેનાથી માનસિક શાંતિ મળે છે, ગુસ્સો ઘટે છે અને સારા આરોગ્ય તથા લાંબી આયુની પ્રાપ્તિ થાય છે તેવું પણ કહેવાય છે. સોમવારના દિવસે કે પૂર્ણિમાના દિવસે ખાંડનું દાન કરવું ખાસ શુભ માનવામાં આવે છે. ઘર બહાર કીડીઓને આટા અને ખાંડનું મિશ્રણ ખવડાવવું પણ પુણ્યકારી ગણાય છે.
4/5
પણ અમુક દિવસોમાં સાવધાની રાખવી જરૂરી છે. શુક્રવારના દિવસે ખાંડનું દાન કરવું ટાળવું જોઈએ. આ દિવસ શુક્ર ગ્રહ અને લક્ષ્મી માતાને સમર્પિત છે. આ દિવસે દાન કરવાથી આર્થિક મુશ્કેલીઓ આવી શકે તેવી માન્યતા છે. સૂર્યાસ્ત બાદ રાત્રે પણ કોઈને ખાંડ આપવી અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરની સુખ-શાંતિમાં અવરોધ આવી શકે છે.
ADVERTISEMENT
5/5
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ